GST Council Meeting : જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક 21 ડિસેમ્બરે રાજસ્થાનના જેસલમેરમાં યોજાવાની છે. જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાશે અને તેમાં ઘણી ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરોમાં ઘટાડો અને વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
ફૂડ ડિલિવરી ચાર્જ પર રાહત!
જીએસટી કાઉન્સિલ ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને થોડી રાહત આપી શકે છે. જીએસટી કાઉન્સિલ દ્વારા ફૂડ ડિલિવરી ચાર્જ પર જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ઘટાડી શકાય છે.
જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફિટમેન્ટ કમિટીએ આપેલી ભલામણોનો સ્વીકાર કરવામાં આવે તો તમારી ફૂડ ડિલિવરી પરના ચાર્જમાં મોટો ઘટાડો થઇ શકે છે તેવી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રાહકોને હાલમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ફૂડની ડિલિવરી પર 18 ટકા જીએસટી આપવો પડે છે, જેને ઘટાડીને 5 ટકા કરી શકાય છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર 5 ટકા જીએસટી લાગશે
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે અને આ નિયમ ખાસ કરીને ઇ-કોમર્સ કંપનીઓના વ્યવસાય માટે લાગુ થશે જે ફૂડ ડિલિવરી કરી રહી છે. જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવી કંપનીઓ જ્યારે પોતાનું જીએસટી રિટર્ન ફાઇલ કરશે ત્યારે તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ નહીં મળે. લાંબા સમયથી ફૂડ ડિલિવરી સેક્ટરની ઇ-કોમર્સ કંપનીઓ પોતાની સેવાઓને રેસ્ટોરાં સર્વિસની જેમ ટ્રીટ કરવામાં આવે કે ટ્રીટ કરવામાં આવે તેવી માગણી કરી રહી છે. જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ આ ચાર્જમાં વિગતવાર ઘટાડો કરવાના પ્રસ્તાવને જોયો અને સમીક્ષા કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Badshah:બાદશાહ પોતાના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા ભરવો પડ્યો દંડ, જાણો સમગ્ર મામલો
ગુજરાત પોલીસે AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાની અટકાયત કરી, સરેન્ડર કરવા જઈ રહ્યા હતા
સોના-ચાંદીમાં મોટો ઘડાટો, જ્વેલરી ખરીદવી એકદમ સસ્તી થઈ, જાણી લો એક તોલાના નવા ભાવ
જીએસટીના નવા ચાર્જ અંગે નિષ્ણાતોનું શું કહેવું છે?
આ બાબતથી વાકેફ નિષ્ણાતોનું કહેવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર ડિલિવરી ચાર્જ પર 5 ટકા જીએસટીનો દર સામાન્ય ગ્રાહકો માટે સમાચાર હોવા છતાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓ માટે તે ખાસ રાહત નહીં હોય. આ રીતે કહીએ તો 18 ટકા જીએસટી સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવો આઇટીસી વગર 5 ટકા જીએસટી ફાઇલ કરવા કરતાં સસ્તું પડશે. કેટલાક કિસ્સાઓમાં, આ 5% જીએસટી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના) કંપનીઓ માટે 18% જીએસટી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે) કરતા વધુ ખર્ચાળ બનશે.