કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2020-21 માટે 24.07 કરોડ ખાતામાં 8.50 ટકાના દરે વ્યાજ જમા કરાવ્યું છે. EPFOએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે અત્યાર સુધીમાં તેણે નાણાકીય વર્ષ 2020-21માં 8.50 ટકાના દરે 24.07 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. શું તમે પણ જાણવા માગો છો કે તમારા પીએફ ખાતામાં પૈસા આવ્યા કે નહીં, તો તમે આ રીતે તરત જ જાણી શકો છો.
SMS દ્વારા EPFO સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 7738299899 પર EPFO UAN LAN (ભાષા) મોકલવા. LANનો અર્થ તમારી ભાષા છે. જો તમારે અંગ્રેજીમાં માહિતી જોઈતી હોય, તો તમારે LANને બદલે ENG લખવું પડશે. એ જ રીતે હિન્દી માટે HIN અને તમિલ માટે TAM લખવાનું છે. હિન્દીમાં માહિતી મેળવવા માટે, તમારે EPFOHO UAN HIN લખીને મેસેજ કરવો પડશે.
જો તમે ઇચ્છો તો, તમે મિસ્ડ કોલ દ્વારા તમારું EPF બેલેન્સ પણ જાણી શકો છો. આ માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.
તમારું બેલેન્સ ઓનલાઈન ચેક કરવા માટે, EPF પાસબુક પોર્ટલની મુલાકાત લો. તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ પોર્ટલમાં લોગ ઇન કરો. આમાં, પાસબુક ડાઉનલોડ / જુઓ પર ક્લિક કરો અને પછી તમારી સામે પાસબુક ખુલશે જેમાં તમે બેલેન્સ જોઈ શકો છો.
જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે એપ દ્વારા તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે, UMANG AF ખોલો અને EPFO પર ક્લિક કરો. આમાં, Employee Centric Services પર ક્લિક કરો અને ત્યારબાદ વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને UAN અને પાસવર્ડ દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી, તમે EPF બેલેન્સ જોઈ શકો છો.