અંબાણી કરતા પણ કયાય મોંઘુ છે આ ઉદ્યોગપતિનું ઘર, કિંમત છે હજારો કરોડમા, નામ જાણી ચોંકી જશો!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારતમાં એવા ઘણા બિઝનેસમેન છે જેમણે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. આ બિઝનેસમેનોમાં ઘણા બિઝનેસમેનના ઘર પણ આલીશાન છે. બીજી તરફ ભારતના સૌથી મોંઘા અને આલીશાન ઘરની વાત કરવામાં આવે તો સૌથી પહેલા મુકેશ અંબાણીના ઘરની ચર્ચા થાય છે. ભારતમાં મુકેશ અંબાણીના ઘરની ગણતરી દેશના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની કિંમત લગભગ 12 હજાર કરોડ રૂપિયા છે. જોકે દેશના કેટલાક અન્ય બિઝનેસમેનના ઘર પણ ખૂબ મોંઘા છે.

બનાસકાંઠા ભક્તિના રંગે રંગાયુ, સાંજે 50 હજારથી વધુ લોકોએ સામુહિક હનુમાન ચાલીસા કરી, ઈડરમા વર્ષોની પરંપરા મુજબ દેવ ચકલીની કરાઈ પૂજા

લગ્નનુ પ્લાનિંગ કરતા લોકો માટે મોટા સમાચાર, લગ્નની લઘુત્તમ ઉંમર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

સોશિયલ મીડિયાનો પ્રેમ અમદાવાદની યુવતીને ભારે પડ્યો, સુહાગરાત મનાવી દુલ્હનને છોડીને ભાગી ગયો વરરાજા, આપતો ગયો મોટી ધમકી

*અનિલ અંબાણી:
મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના ઘરની કિંમત પણ ઘણી મોંઘી છે. અનિલ અંબાણીના ઘરનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં નરગીસ દત્ત રોડ પર આવેલું છે. અનિલ અંબાણીનું ઘર 17 માળનું છે અને એકદમ આલીશાન છે. આ ઘરની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા છે. જો કે આજે અમે તમને એવા બિઝનેસમેનના ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું ઘર અનિલ અંબાણીના ઘર કરતા પણ મોંઘુ છે.

*ગૌતમ સિંઘાનિયા:
અહીં અમે ફેબ્રિક અને ફેશન રિટેલર રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાની વાત કરી રહ્યા છીએ. ગૌતમ સિંઘાનિયા બિઝનેસ જગતનું મોટું નામ છે.

આ સાથે ભારતમાં રેમન્ડ ગ્રુપનું નામ પણ ઘણું પ્રખ્યાત છે. ગૌતમ સિંઘાનિયાનું ઘર અનિલ અંબાણીના ઘર કરતા મોંઘું છે. જો કે મુકેશ અંબાણી પછી માત્ર ગૌતમ સિંઘાનિયાના ઘરની વાત મોંઘા ઘરમા છે.

ગૌતમ સિંઘાનિયાનું જેકે હાઉસ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. મુકેશ અંબાણીનું ઘર પણ આ વિસ્તારમાં છે. ગૌતમ સિંઘાનિયાના ઘરની ઊંચાઈ 145 મીટર છે. તેમના ઘરનું નામ જેકે હાઉસ છે અને તેમાં 30 માળ છે. આ ઘર ખૂબ જ લક્ઝુરિયસ છે અને તેમાં સ્વિમિંગ પૂલ, હેલિપેડ, સ્પા, જિમ સિવાય ઘણી સુવિધાઓ છે. આ ઉપરાંત કારના પાર્કિંગ માટે તેમાં ઘણી જગ્યા છે. આ ઘરની કિંમત લગભગ 6000 કરોડ રૂપિયા છે.


Share this Article