તમારે પણ જન ધન ખાતું છે? તો સમજો બખ્ખાં જ બખ્ખાં, સરકાર હવે તમને ઘરે બેઠા કમાણી કરાવશે, કરવામાં આવી મોટી જાહેરાત!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

જનધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. દેશના કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે. પ્રધાનમંત્રી જન ધન યોજનાના બીજા તબક્કામાં સરકારનું ધ્યાન બેંક ખાતાધારકોને નાણાકીય સંપત્તિ સાથે જોડવા પર રહેશે. આ સ્કીમ બેંકથી અલગ હશે. હાલમાં આ યોજના માટે સેબી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.

પીએમ જન ધન યોજનાના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં સરકારે 47 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા છે. આ ખાતાઓમાં લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા જમા છે. તમને જણાવી દઈએ કે સરકાર આ પૈસાને નાણાકીય સંપત્તિ સાથે જોડવા માંગે છે.

સરકારના આ નિર્ણયથી રોકાણકારોને મોટો ફાયદો થશે. આ સાથે રોકાણ માટે પ્રોત્સાહન પણ મળશે. આવનારા સમયમાં સરકાર જનધન ખાતાધારકોને રોકાણ કરવા માટે પ્રેરિત કરશે. હાલમાં આ નિર્ણયને લઈને નાણાકીય સેવા વિભાગ, સેબી અને આરબીઆઈ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકારની યોજના નવી યોજના દ્વારા સામાન્ય લોકોને રોકાણ સાથે જોડવાની છે.


Share this Article