Business News: જો તમે મહાશિવરાત્રિ પહેલા કોઈપણ પારિવારિક ફંક્શન અથવા લગ્ન માટે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા 21 ફેબ્રુઆરીની નવીનતમ કિંમત અહીં જાણી લો. આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે બુધવારે સોનાનું માર્કેટ તેજી સાથે ખુલતા જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ 62,790 રૂપિયાએ પહોંચ્યો છે. જે ગઈકાલના ભાવ કરતા વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. એટલે કે આજે ચાંદીના ભાવ વધીને 75,700 રૂપિયા નોંધાયો છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
24મીએ
બીજી તરફ આજનો 22 કેરેટ સોનાનો ભાવ રાજકોટમાં 57,650 રૂપિયા અને સુરતમાં 57,650 રૂપિયા નોંધાયો છે. જે ગઈકાલના ભાવ કરતા પ્રમાણમાં વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ અને સુરતમાં ચાંદીનો ભાવ વધીને 75,700 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.