જો તમને વેપાર કરવાની ઇચ્છા અને નિષ્ઠા હોય તો કોઈ પણ વેપાર નાનો નથી હોતો. એક નાના વેપારને પણ આકરી મહેનતથી કરોડોનું સામ્રાજ્ય બનાવી શકાય છે. વેપારમાં સફલતાને જોઈ ઘણા ભણેલા-ગણેલા યુવા તેમાં હાથ અજમાવી રહ્યા છે. આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીયે, જેણે નોકરી ગુમાવ્યા પછી પોતાના હૃદયની વાત સાંભળી અને આજે એક મોટો વેપારી બની ગયો. અમે વાત કરી રહ્યા છીયે ૨૬ વર્ષના જયગુરુ આચાર હિંડરની, જે એક ખાનગી કંપનીમાં સિવિલ એન્જિયનિર હતો.
પરંતુ પછી તેણે ગાયના છાણ અને દૂધથી પોતાનો વેપાર ઉભો કર્યો, જે પાણીથી ગાયોને નવડાવાય છે અને તે ગૌશાળાથી નિકળે છે હિંતર તેને પણ વેચીને પૈસા કમાઈ રહ્યો છે. તેણે પોતાની નોકરી છોડી અને આ કામમાં પુરી લગનથી લાગી ગયો. આજે હિંડર આ વેપારમાં ઘણો નફો કમાઈ રહ્યો છે.
નોકરીથી પરેશાન થતાં વેપાર શરૂ કર્યો
જયગુરુ આચાર હિંડર દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તૂર તાલુકાના મુંડુરુ ગામનો રહેવાસી છે. તેણે વિવિકાનંદ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, પુત્તૂરથી એન્ડિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. તે પછી એક ખાનગી કંપનીમાં ૨૨૦૦૦ રૂપિયાના પગાર પર કામ કરવા લાગ્યો, પરંતુ તેને આ કામ ગમ્યું નહીં. તેણે રોજબરોજના કામથી કંટાળો આવવા લાગ્યો. નોકરીમાં મન ન લાગતાં તેણે ૨૦૧૯માં નોકરી છોડી દીધી.
તે ખેતીને પસંદ કરતો હતો. તે પોતાના પિતાની સાથે ખેતીનું કામ કરવા લાગ્યો. તેના ઘરે ૧૦ ગાય હતી, જેની સાથે તે સમય વિતાવતો હતો. તેણે આવક વધારવાના ઘણા રસ્તા શોધ્યા. હિંડરે ઇન્ટરનેટ પર ઘણા વીડિયો જોયા પછી પટિયાલા જવાનો નિર્ણય કર્યો.જયગુરુએ ખેતી કરવાની સાથે ડેરી પણ શરૂ કરી અને ધીરે-ધીરે પોતાની ડેરીમાં ૧૩૦ ગાયોનું પાલન શરૂ કર્યું. તેના થોડા સમય બાદ ડેયરીને આગળ વધારવા તેણે ૧૦ એકર જમીન પણ ખરીદી.
તે પછી તેના મગજમાં એક વિચાર આવ્યો અને તેણએ એક મશીન ખરીદ્યું. આ મશીન છાણને સુકવે છે. તેનાથી તે હવે દર હિને સુકા છાણના ૧૦૦ થેલા વેચે છે. અને તેનાથી તેને સારી એવી કમાણી થાય છે. આ ઉપરાંત હિંડર ગાયના છાણનું દ્રવણ પણ વેચે છે. તેમાં છાણ, ગૌમૂત્ર અને ગાયોને સ્નાન કરાવવાથી જે નકામું પાણી એકત્ર થાય છે તે પણ સામેલ હોય છે. આ દ્રવણને ટેન્કરો દ્વારા સપ્લાય કરવામાં આવે છે.
આટલી છે કમાણી
હિંડર રોજ ૭૫૦ લીટર દૂધ અને દર મહિને ૩૦-૪૦ લીટર ઘી વેચે છે. ૧૦ એકરમાં ફેલાયેલા તેના ફાર્મહાઉસમાં તે આ કારોબાર કરે છે. તેનાથી તેને દર મહિને ૧૦ લાખ રૂપિયાની કમાણી થાય છે અને હવે તે દૂધથી બનનારી પ્રોડક્ટ બનાવવા માટે યૂનિટ લગાવવાની તૈયારી કરી રહ્યો છે.