20 ટકા TDS ન ભરવું હોય તો જાણી લો આ નવા નિયમ.. પ્રોપર્ટી ખરીદતી વખતે થશે મોટો ફાયદો!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

જો તમે પણ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. પ્રોપર્ટીની નોંધણી કરતા પહેલા ખાતરી કરો કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે. આ ઉપરાંત એ પણ જરૂરી છે કે તમે જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તે વ્યક્તિએ પણ આધાર અને પાન કાર્ડ લિંક કરેલ હોવું જોઈએ. જો આવું ન થાય તો તમારે પ્રોપર્ટી પર 1 ટકાને બદલે 20 ટકા TDS ચૂકવવો પડી શકે છે.

રૂ. 50 લાખ કે તેથી વધુની સંપત્તિ અંગેના નિયમો

આવકવેરા કાયદા અનુસાર, 50 લાખ રૂપિયા કે તેથી વધુ કિંમતની કોઈપણ મિલકત ખરીદનારને કેન્દ્ર સરકારને 1 ટકા TDS અને વેચાણકર્તાને કુલ કિંમતના 99 ટકા ચૂકવવા પડશે. આધાર અને PAN લિંક કરવાની સમય મર્યાદા સમાપ્ત થયાના લગભગ છ મહિના પછી, આવકવેરા વિભાગે 50 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદનારા ખરીદદારોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. આ નોટિસમાં તેમને પ્રોપર્ટીની ખરીદી પર 20% TDS ભરવાનું કહેવામાં આવ્યું છે.

ખરીદદારો અને વેચાણકર્તાઓને નોટિસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેંકડો પ્રોપર્ટી ખરીદનારાઓને આવી નોટિસ મળી છે. વાસ્તવમાં, પ્રોપર્ટી વેચનારાઓએ તેમના PAN ને આધાર સાથે લિંક કર્યું નથી. મોટાભાગના કિસ્સાઓમાં, મિલકત વેચનારનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું કારણ કે તે આધાર સાથે લિંક નહોતું. આવી સ્થિતિમાં, જે ખરીદદારોના પાન કાર્ડ નિષ્ક્રિય છે તેઓને રૂ. 50 લાખથી વધુની મિલકત ખરીદવા પર બાકી ટીડીએસ ચૂકવવા માટે થોડા મહિના પછી નોટિસ મળી રહી છે.

શું છે સમગ્ર મામલો?

આ બેંકના ખાતાધારકોના અચાનક ધડાધડ જમા થવા લાગ્યા કરોડો રૂપિયા, તમારું ખાતું ચેક કરી લેજો, થોડા ઘણા આવ્યા કે નહીં?? 

Telangana: રેવંત રેડ્ડી “બુલડોઝર”ના મુડમાં, મુખ્યમંત્રીની સીટ પર બેસતા જ યોગીનું સ્વરૂપ કર્યું ધારણ.. 

Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ

આવકવેરા કાયદાની કલમ 139 AA હેઠળ, ITRમાં આધાર લિંક કરવું જરૂરી છે. પરંતુ, આવકવેરા વિભાગને આવા ઘણા મામલા મળ્યા છે જેમાં પાન-આધાર લિંક નથી. આવકવેરા વિભાગ દ્વારા આ ખરીદદારોને નોટિસ આપવામાં આવી છે. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી. આ તારીખ સુધી, PAN અને આધારને મફતમાં લિંક કરી શકાશે. પરંતુ હવે જેઓ PAN અને આધારને લિંક નથી કરાવતા તેમની પાસેથી વધુ TDS લઈ શકાશે. 1000 રૂપિયાની લેટ ફી ચૂકવીને તમે હજુ પણ PAN અને આધારને લિંક કરી શકો છો.

 


Share this Article