માર્કેટ કેપિટલ પહેલી વખત 4 લાખ કરોડ ડૉલરને પાર, સેંસેક્સમાં હનુમાન કુદકો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારતીય શેર માર્કેટમાં બુધવારનો દિવસ ઈતિહાસમાં અમર બની ગયો એમ કહેવામાં ખોટું નથી. એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. બીએસસી પર લીસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલ પહેલી વખત 4.1 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. 330 લાખ ડોલરને પાર આ રકમ પહોંચી ગઈ હતી. આ વર્ષની શરૂઆતથી જ 600 બિલિયનનો વધારો થયો હતો.

સેંસેક્સ 500 પોઈન્ટથી વધીને 66600ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ લગભગ 140 પોઈન્ટના વધારા સાથે 20000 પર ટ્રેડ કરી રહ્યો હતો. 25 શેરમાં સીધો મોટો વધારો થયો હતો. સૌથી મોટો ઘટાડો નેસ્લે અને ટાઈટનમાં જોવા મળ્યો હતો. ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો શેર 56.25 ટકાથી વધીને 50 રૂપિયા પર લીસ્ટ થયો હતો. બુધવારે ટેક એમ, એમએન્ડએમ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસીસ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સમર્થનથી ભારતીય શેરોમાં વધારો થયો હતો. ભારતીય બજાર બુધવારે પ્રથમ વખત ઐતિહાસિક $4 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશનના માઇલસ્ટોનને સ્પર્શ્યું હતું.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરના આંક પર પહોંચી ગયું છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. હાલમાં, $4 ટ્રિલિયનથી વધુની એમસીએપી ક્લબમાં માત્ર ત્રણ દેશો (યુએસ, ચીન અને જાપાન) છે. આ તમામ કંપનીઓના એમસીએપીમાં વધારો થયો છે.

વ્યાપક બજારોમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.68 ટકા અને 0.46 ટકા વધ્યા હતા, જેમાં મિડકેપ ઇન્ડેક્સ ઇન્ટ્રાડે ટ્રેડમાં 33,920.91ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.5 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.9 ટકા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 0.5 ટકા ઉપર છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 5,540.52 પોઈન્ટ અથવા 9.10 ટકાનો વધારો થયો છે. ઈન્ડેક્સ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ રૂ. 50.81 લાખ કરોડનો વધારો થયો છે. 28 મે, 2007 ના રોજ, તે 1000 અબજ ડોલરને પાર કરી ગયો.


Share this Article