Mukesh Ambani House: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ, જીવનશૈલી વિશે સૌ કોઇ વાકેફ હશે. અબજો ડોલરની સંપત્તિ સાથે, ઘણા વ્યવસાયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ ચલાવવામાં આવે છે. આ સાથે જ મુકેશ અંબાણી પાસે એન્ટિલિયા જેવું આલીશાન ઘર છે, જે દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. તેની કિંમત ૧૨૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમાં બધી જ મોજશોખ છે. અંબાણીનો આખો પરિવાર આ ઘરમાં રહે છે, પરંતુ એક સમયે આ પરિવાર ગુજરાતના એક ઘરમાં રહેતો હતો.
ગુજરાતમાં મુકેશ અંબાણીનું આ ઘર પણ ખૂબ જ વૈભવી છે. આ ઘર ધીરુભાઈ અંબાણીના સમયમાં બનાવવામાં આવ્યું હતું. ધીરુભાઈ મેમોરિયલ હાઉસ મુકેશ અંબાણીનું પૈતૃક ઘર છે. 100 કરોડની આ હવેલી ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દરિયા કિનારાના ગામ ચોરવાડમાં આવેલી છે અને તે વર્ષોથી અંબાણીનો વારસો જાળવી રહી છે.
2011માં આ બે માળના ઘરને મેમોરિયલ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને ઘરનો એક ભાગ ઝમાંદા અંબાણીને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ ઘરને નવો લુક આપવામાં આવ્યો છે, પરંતુ લાકડાની વસ્તુઓ, પિત્તળ-તાંબાની ક્રોકરીનો જૂનો ચાર્મ અકબંધ છે.
ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ 1.2 એકર જમીનમાં ફેલાયેલું છે અને તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જ્યાં એક ભાગ પરિવાર માટે સુરક્ષિત છે અને બીજો ભાગ લોકો માટે ખુલ્લો છે. આ ઘર એક એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી સુંદર લીલી લોનથી ઘેરાયેલું છે. તેમની સત્તાવાર વેબસાઈટ અનુસાર, તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. એક લોકો માટે ખુલ્લો છે, બીજો નાળિયેર પામ ગાર્ડન છે અને ત્રીજો પરિવાર માટે આરક્ષિત છે.
હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર
મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો
તે રોયલ્ટીને ધ્યાનમાં રાખીને ઘરનું ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે. તેને મુકેશ અંબાણીની દેખરેખમાં રાખવામાં આવી છે. તેમાં વિશાળ ઝુમ્મર, ઉત્કૃષ્ટ આર્ટ પીસ, ગોલ્ડન એક્સેન્ટ, એન્ટિક ફર્નિચર છે જે રોયલ્ટી દર્શાવે છે. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીનો ઉછેર આ ઘરમાં થયો હતો અને તેમના સારા બિઝનેસને કારણે તેઓ મુંબઈ આવી ગયા હતા, પરંતુ આ પછી પણ તેઓ મુંબઈથી અહીં આવતા રહ્યા. આ ઘરને લઈને મુકેશ અંબાણીના મનમાં પણ ઉચ્ચ સ્થાન છે.