મુકેશ અંબાણી 28 ઓગસ્ટે કરશે સૌથી મોટું એલાન, શેર માર્કેટને લઈ મોટા સમાચાર માટે થઈ જાઓ તૈયાર

Desk Editor
By Desk Editor
મુકેશ અંબાણીએ મોટી જાહેરાતો કરી
Share this Article

Business  News : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (reliance industries) માટે આ વર્ષે 28 ઓગસ્ટની તારીખ ખૂબ જ મહત્વની બની રહેવાની છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) તે દિવસે મોટી જાહેરાત કરી શકે છે, કારણ કે તે દિવસે કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) છે. એટલું જ નહીં, મુકેશ અંબાણીનો પિતા ધીરુભાઈ અંબાણી જેવો રેકોર્ડ છે કે તેઓ એજીએમમાં કંપની સાથે જોડાયેલી મોટી જાહેરાતો કરે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે તે રિલાયન્સ ગ્રુપની નવી કંપની ‘જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ’ની ( Jio Financial Services) લિસ્ટિંગ સાથે જોડાયેલી ડિટેલ્સ માર્કેટમાં મૂકી શકે છે.

 

મુકેશ અંબાણીએ આ પહેલા કંપનીની એજીએમમાં રિલાયન્સ જિયો, રિલાયન્સ જિયો ફોન, જિયો ફાઈબર જેવી ઘણી મોટી જાહેરાતો કરી હતી. જો આ વખતે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝના શેરના લિસ્ટિંગ સાથે જોડાયેલી વિગતો એજીએમમાં શેર કરવામાં આવે તો આ પહેલીવાર હશે જ્યારે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપની નવી કંપની શેર બજારમાં લિસ્ટ થશે.

 

જિયો બનશે ભારતની સૌથી મોટી એનબીએફસી

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (જેએફએસ) લિસ્ટ થયા બાદ દેશની સૌથી મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની હશે. સાથે જ આ કંપની રિલાયન્સ ગ્રુપ માટે નવા માર્કેટ વેલ્યુએશનને અનલોક કરશે. તાજેતરમાં, જ્યારે કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે તેના વાર્ષિક પરિણામોની જાહેરાત કરી હતી, ત્યારે મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું હતું, “નવી કંપની શેરહોલ્ડરો માટે મૂલ્ય અનલોક કરશે. સાથે જ તેમને નવા પ્લેટફોર્મ દ્વારા વિકાસ કરવાની તક પણ મળશે.

 

શેર બજાર પણ 28 ઓગસ્ટની રાહ જોઈ રહ્યું છે.

આ વર્ષે માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના લિસ્ટિંગની રાહ જોઇ રહી છે. વાસ્તવમાં શેર બજાર પણ 28 ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મુકેશ અંબાણી જેએફએસ માટે શું રણનીતિ બનાવે છે તે માર્કેટ એક્સપર્ટ્સ જાણવા માંગે છે. શું આ વ્યૂહરચના પણ જિયો ઇન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ જેવા બજારમાં પ્રભુત્વ મેળવશે?

 

દેશની 11 સરકારી બેંકોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, SBI-PNB-BOM ગ્રાહકો પણ ખુશખુશાલ થઈ જશે, જાણો તમારો ફાયદો

અંબાલાલે ઓગસ્ટ મહિના માટે વરસાદને લઈ કરી ઘાતક આગાહી, કહ્યું- આ બે દિવસે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ થશે

ભારતીય ક્રિકેટરે કોઈને આમંત્રિત કર્યા વગર કરી લીધા ગુપચુપ લગ્ન, વીડિયો વાયરલ થયો ત્યારે આખા ગામને ખબર પડી

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને લિસ્ટ કરવા જઇ રહી છે, જેનું નામ હવે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ રાખવામાં આવશે. નવી કંપનીનું માર્કેટ વેલ્યુએશન 20 અબજ ડોલર (લગભગ 1.65 લાખ કરોડ રૂપિયા) અંદાજવામાં આવ્યું છે. નવી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો ધરાવશે.

 

 


Share this Article