ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને મજબૂત બિઝનેસ વુમન પણ છે. તેના બિઝનેસની જેટલી પણ ચર્ચા થાય છે તેટલી જ તે તેની વૈભવી જીવનશૈલી અને મોંઘા શોખ માટે હેડલાઇન્સ બનાવે છે. આ દરમિયાન નીતા અંબાણી ફરી એકવાર તેના ઘરની વસ્તુઓને લઈને ચર્ચામાં છે.
એન્ટિલિયા હાઉસ વિશ્વના આલીશાન ઘરોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનું ઘર દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર બનેલું છે. તે વિશ્વના સૌથી વૈભવી ઘરોમાંનું એક છે. આ ઘરને એન્ટિલિયા કહેવામાં આવે છે, જ્યાં દુનિયાની દરેક કિંમતી ચીજવસ્તુઓ હાજર છે. આ સાથે જ દરેક સુવિધા પણ છે. આ ઘરમાં વપરાતા વાસણો પણ વિદેશથી આવે છે, જેને નીતા અંબાણી પોતે પોતાના પ્રાઈવેટ જેટમાં પણ રાખે છે.
નીતા અંબાણી પોતાના ઘરના વાસણોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે તે પોતાના પ્રાઈવેટ જેટથી ઘરના વાસણો લેવા શ્રીલંકા જાય છે. એન્ટિલિયા હાઉસમાં જર્મન કંપની નોરિટેકના વાસણોનો ઉપયોગ થાય છે. આ બ્રાન્ડના વાસણો ભારતમાં પણ ઉપલબ્ધ હોવા છતાં નીતા હજુ પણ આ વાસણો લેવા શ્રીલંકા જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે તેની પાછળ એક ખાસ કારણ છે.
ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. આમ છતાં તે પોતાના પતિ મુકેશ અંબાણી માટે થોડા પૈસા બચાવવા માટે પ્રાઈવેટ જેટમાંથી વાસણો લેવા આટલી દૂર જાય છે. ભારતમાં જ્યાં આ વાસણોની કિંમત લાખો રૂપિયા છે, ત્યાં શ્રીલંકામાં તે અડધી કિંમતે મળે છે. કારણ કે ત્યાંની સરકાર ટેબલવેર બનાવતી નોરીટેક કંપની પાસેથી ટેક્સ વસૂલતી નથી. તેથી તે ત્યાં અડધી કિંમતે ઉપલબ્ધ છે અને નીતા અંબાણીજીના કરોડો બચાવે છે.