ઇન્ડિયન બિઝનેસ લીડર એવોર્ડ્સ (આઇબીએલએ) 2024માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને બ્રાન્ડ ઇન્ડિયામાં ઉત્કૃષ્ટ યોગદાનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “આ સદી ભારતની અને ખાસ કરીને મહિલાઓની છે.
તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં એનએમએસીસી (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)માં 6000થી વધુ કલાકારો અને 20 લાખથી વધુ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે માત્ર બે જ વર્ષમાં તેને વિશ્વના ટોચના સાત સાંસ્કૃતિક કેન્દ્રોમાં સ્થાન મળી ગયું છે.
એવોર્ડ સ્વીકારતાં તેમણે કહ્યું, “આ સદી મહિલાઓની છે. ભારતીય મહિલાઓ માત્ર દેશની પ્રગતિની ગાથાને જ આગળ ધપાવશે નહીં, પરંતુ તેમની નવીનતા અને નેતૃત્વ સાથે તેને નવી દિશા પણ આપશે, એમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતની સૌથી મોંઘી સોસાયટી, દરેક ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયા છે, અંદર શું છે? જાણો
વિશ્વની પ્રથમ CNG બાઇક થઈ સસ્તી, બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં કર્યો મોટો ઘટાડો
PAN 2.0: ડુપ્લિકેટ PAN કાર્ડવાળા તરત જ સરેન્ડર કરી દેજો, નહીંતર ભરાઈ જશો!
શ્રીમતી નીતાએ પોતાના દેશ માટે વિઝન શેર કરતા કહ્યું હતું કે, “હું એવા ભારતનું સપનું જોઉં છું, જે સાહસ, પ્રતિભા, રચનાત્મકતા અને સંસ્કૃતિના માધ્યમથી દુનિયાનું નેતૃત્વ કરે.” વિશ્વની સૌથી યુવા વસતિ અને સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે આ સમય ભારત માટે નિર્ણાયક છે. અંતમાં તેમણે કહ્યું કે “અમે માનીએ છીએ કે સામાન્ય લોકો અસાધારણ સ્વપ્નો જોઈ શકે છે અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરી શકે છે,”