જો તમે દુનિયાની પહેલી CNG બાઇક ખરીદવાનું સપનું જોઇ રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. બજાજ ઓટોએ પોતાની ફ્રીડમ 125 બાઇકની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ બાઇક હવે પહેલા કરતા વધુ સસ્તી થઇ ગઇ છે. કંપનીએ લોન્ચ થયાના 5 મહિના બાદ આ મોટો નિર્ણય લીધો છે.
બજાજે ફ્રીડમ 125ના એન્ટ્રી લેવલ વેરિએન્ટની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ મિડ લેવલ વેરિએન્ટની કિંમતમાં 10 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય દિવાળી બાદ લેવામાં આવ્યો હતો, જ્યારે કંપનીએ પોતાની પલ્સર રેન્જમાં કેટલાક મોડલના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો.
લોન્ચિંગ અને સેલ્સ ડેટા
બજાજ ઓટોએ આ વર્ષે 5 જુલાઈએ સીએનજી સંચાલિત મોટરસાયકલ ફ્રીડમ 125 લોન્ચ કરી હતી. લોન્ચ થયા પછી, કંપનીએ ડીલરોને લગભગ 80,000 યુનિટ્સ પૂરા પાડ્યા છે. જો કે સરકારી વાહન પોર્ટલના આંકડા મુજબ અત્યાર સુધીમાં માત્ર 34 હજાર યુનિટનું જ વેચાણ થયું છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
હરતું ફરતું પાણીપુરીનું મશીન, પાણીપુરી મેનને જોઈ મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, VIDEO વાયરલ
આ છે બાબા વાંગાની વર્ષ 2025ની ભવિષ્યવાણી, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે મોટા ફાયદા!
ગ્રાહકો માટે ફાયદાનો સોદો
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ શોધી રહેલા ગ્રાહકો માટે બજાજ ફ્રીડમ 125ની કિંમતોમાં આ ઘટાડો ફાયદાકારક છે. આ બાઇકની ઓછી કિંમત તેને વધુ આકર્ષક બનાવી રહી છે.