પરિણીત લોકો માટે સારા સમાચાર! સરકાર આપશે 18,500 રૂપિયાનું પેન્શન, પરંતુ પહેલા તમારે કરવાનું રહેશે આ એક કામ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

કેન્દ્ર સરકાર પરિણીત લોકોના જીવનમાં સુધારો લાવવા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના ચલાવી રહી છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં પતિ-પત્ની બંને સાથે મળીને રોકાણ કરી શકે છે. નિવૃત્તિ પછી 18,500 રૂપિયાનું પેન્શન શરૂ થશે.

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4 મે 2017ના રોજ આ યોજના શરૂ કરી હતી. આ યોજના વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. એલઆઈસી સરકાર માટે આ યોજના ચલાવી રહી છે. પહેલા તેમાં રોકાણ કરવાની મર્યાદા 7.50 લાખ રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં પતિ અને પત્ની બંને રોકાણ કરી શકે છે. જો બંને 60 વર્ષની ઉંમરે આ સ્કીમમાં 15-15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો બંનેને 18,300 રૂપિયા પેન્શન મળશે. જો પતિ-પત્નીમાંથી કોઈ એક 15 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેમને 9,250 રૂપિયા મળશે.

60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ 31 માર્ચ 2023 પહેલા કરવાનું રહેશે. આમાં, રોકાણના આધારે, દર મહિને 1000 રૂપિયાથી 9250 રૂપિયાનું પેન્શન મળે છે. જો તમે ઓછામાં ઓછા 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મળશે. 15 લાખના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્ની રોકાણ કરે છે, તો તેમણે 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પછી તમને બંનેને દર મહિને 18,500 રૂપિયા મળશે.


Share this Article