Business News: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે આવો, જાણીએ તેમની સાસુ શૈલા મર્ચન્ટ વિશે. સુંદરતામાં નીતા અંબાણીથી જરાય ઓછી નથી.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ તાજેતરમાં હીરાના વેપારી વીરેન્દ્ર મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાનો છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેના માતા-પિતા સિવાય રાધિકા મર્ચન્ટના પરિવારમાં એક બહેન પણ છે, જેનું નામ અંજલિ મર્ચન્ટ છે. આવો, જાણીએ તેની માતા શૈલા મર્ચન્ટ વિશે.
રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ હેલ્થ કેરના સીઈઓ વીરેન્દ્ર મર્ચન્ટની પત્ની છે. આ સાથે તે લગભગ 14 કંપનીઓની ડાયરેક્ટર પણ છે. શૈલા મર્ચન્ટની મોટી દીકરી અંજલિ મર્ચન્ટના લગ્ન વર્ષ 2020માં ‘વટલી’ના ફાઉન્ડર અમન મજીઠિયા સાથે થયા હતા. જ્યારે નાની દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન અંબાણી પરિવારમાં થવા જઈ રહ્યા છે.
રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની એકમાત્ર પુત્રી અને દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ છે. તેની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે. રાધિકાને ક્લાસિકલ ડાન્સ ખૂબ જ પસંદ છે. તેણે 8 વર્ષથી ભરતનાટ્યમની દીક્ષા લીધી છે.
માવઠાંનો માર સહન કર્યા બાદ ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી
અયોધ્યાના આ મંદિરમાં ખુલ્લા પડી જાય છે હરેક રાઝ, ખોટુ બોલશો તો ધનોત-પનોત નીકળી જશે!
સેરેમનીમાં શૈલા ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકાની સગાઈ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી સાથે થઈ છે. આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.