RBI MPC Meeting: વર્ષ 2024ની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ તેની નાણાકીય નીતિ સમીક્ષાના નિર્ણયો અનુસાર રેપો રેટમાં ઘટાડો કર્યો નથી, આમ રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે. જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે MSF અને બેંક રેટ 6.75 ટકા રાખવામાં આવ્યો છે.
RBI MPC opts for status quo, keeps repo rate unchanged at 6.5%, maintains monetary policy stance as ‘withdrawal of accommodation’ pic.twitter.com/x3JEXhAqC9
— ANI (@ANI) February 8, 2024
ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર થયો હતો
રિઝર્વ બેંકે એક વર્ષ માટે રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે છેલ્લે ફેબ્રુઆરી 2023માં 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.
લોન EMIમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી
RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકની ક્રેડિટ પોલિસી બાદ પોતાના સંબોધનમાં આની જાહેરાત કરી છે. મતલબ કે હાલમાં તમારી લોન EMIમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. આ નાણાકીય નીતિ સમિતિની બેઠક 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે સમાપ્ત થઈ હતી. આ સમીક્ષામાં આરબીઆઈએ ક્રેડિટ પોલિસી હેઠળ ‘વિથડ્રોલ ઓફ એકોમોડેશન’નું વલણ જાળવી રાખ્યું છે.
RBI ગવર્નરના સંબોધનમાં શું છે ખાસ?
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આરબીઆઈના એમપીસીએ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા જાળવી રાખ્યો છે. આ વર્ષે તેને વધુ ઘટાડવા પર ફોકસ છે.