Rupee 2000 Note : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશની સૌથી મોટી કરન્સી રૂ.2,000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને હવે તેને ચલણમાંથી બહાર કરી દીધું છે. 2000ની નોટની વેલિડિટી આ અઠવાડિયે 7 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે અને તે પછી આ નોટો નકામી થઈ જશે. દેશની આ સૌથી મોટી કરન્સી છાપવાનું અને તેને ચલણમાંથી બહાર કાઢવાનું કારણ શું છે? શું આ નોટનું પ્રિન્ટિંગ મોંઘું છે, તેથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે.
વાસ્તવમાં રિઝર્વ બેંકે આ પહેલા વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેનો હેતુ નકલી નોટોના પ્રવાહને રોકવાનો હતો અને આ વખતે પણ આરબીઆઈ આ જ ઇરાદાથી કામ કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નોટો 2016ની નોટબંધી બાદ જ લોન્ચ કરવામાં આવી હતી.
નોટને ચલણમાંથી કેમ બહાર કાઢવામાં આવી?
2000 રૂપિયાની નોટ બંધ થવા પાછળ રિઝર્વ બેંક દ્વારા જે કારણો આપવામાં આવ્યા છે તેમાં સૌથી મોટી વાત એ છે કે લોકો 2000 રૂપિયાની નોટનો ટ્રાન્જેક્શનમાં ઓછો ઉપયોગ કરી રહ્યા છે. તેનો ઉપયોગ મોટે ભાગે મોટા વ્યવહારોમાં જ થતો હતો. આથી તેને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આરબીઆઈએ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં 2000ની નોટ પણ એટીએમમાં નાખવામાં આવતી નથી અને હવે તેને ચલણમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છાપવામાં કેટલો ખર્ચ થાય છે?
રિઝર્વ બેંક તમામ પ્રકારની નોટો છાપે છે અને તેના ખર્ચા પણ અલગ અલગ હોય છે. 2000 રૂપિયાની નોટ છાપવા માટે, તેની કિંમત એક નોટ દીઠ લગભગ 4 રૂપિયા છે. 2018માં 2000 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 4.18 રૂપિયા હતો, જે બાદમાં ઘટીને 3.53 રૂપિયા થઈ ગયો. સૌથી વધુ ખર્ચ 10 રૂપિયાની નોટ છાપવાનો છે. 10 રૂપિયાની 1000ની નોટ છાપવામાં 960 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે નોટની કિંમત કરતા પ્રિન્ટિંગનો ખર્ચ ઘણો વધારે છે.
VIDEO: 7 કરોડ ગુજરાતીઓમાંથી એક જ એવો છે જે હેલમેટ ન પહેરે છતાં પોલીસ મેમો નથી ફાડી શકતી, જાણો કારણ
બાકીની નોટની સ્થિતિ શું છે?
જો નોટ છાપવાના ખર્ચની વાત કરીએ તો 100 રૂપિયાની 1000ની નોટ છાપવાનો ખર્ચ 1770 રૂપિયા આવે છે. સાથે જ 200 રૂપિયાની 1000ની નોટ છાપવાનો કુલ ખર્ચ 2370 રૂપિયા છે. જો કે 500 રૂપિયાની નોટોનું છાપકામ 200 રૂપિયાની નોટથી ઓછું છે. 1,000ની નોટ છાપવા માટે 2,290 રૂપિયાનો ખર્ચ થાય છે. આ રીતે 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ આના કરતા પણ સસ્તું હતું.