Business News: ભારતીય શેરબજાર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. એક દિવસ પહેલા 929 પોઈન્ટ્સ ચઢીને 70500ના આંકને પાર કરનાર સેન્સેક્સ હવે 71000 પોઈન્ટ તરફ આગળ વધી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 70,804 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 70,853 પોઈન્ટના આંકડા પર પહોંચી ગયો હતો. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ 21,287.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ભારતીય શેરબજાર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બીજી તરફ કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ પ્રથમ વખત 71000ને પાર કરીને 71,084 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન, સોફ્ટવેર કંપનીઓ એચસીએલ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા વગેરેના શેરમાં વધારો થયો હતો. એ જ રીતે નિફ્ટીએ પણ 21,355 પોઈન્ટ પર પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
નિફ્ટી ટોપ ગેનર શેર
INFOSYS
HCL TECH
LTIM
HINDALCO
JSWSTEEL
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!