ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો અને તેઓ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી.

વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી, જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. પોલીસ સમક્ષ સરેન્ડર પહેલા ચૈતર વસાવાએ અનેક સૂચક નિવેદનો પણ આપ્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મારા પર ખોટા કેસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આદિવાસીઓની લડત હું ચાલુ જ રાખીશ. નોંધનીય છે કે, ચૈતર વસાવા ડેડીયાપાડીના વનકર્મીને માર માર્યાના કેસ બાદ એક મહિનાથી ભૂગર્ભમાં હતા. તેમના આગોતરા જામીન પણ હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.

ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં

ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ત્યાં આવ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ હુંકાર કરતા જણાવ્યુ છે કે, મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે વનવિભાગ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, જંગલખાતા અધિકારીઓ ચોરની જેમ રાતે આવે છે અને કપાસ તોડી નાંખે છે. પછી તેઓ કહે છે કે, ચૈતરભાઇ ઘરે બોલાવે છે અને માર મારે છે. આવી રીતે આ લોકો મારી પર ખોટા કેસ કરે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ. આ કેસને કારણે મારી પત્ની પણ જેલમાં બંધ છે. આ સાથે તેમણે સૂચક નિવેદન કરતા તેમણે આપના મિત્રો અને કોંગ્રેસના મિત્રોનો પણ આભાર માન્યો છે. આ સાથે તેમણે પોતાના સમર્થકોને પોલીસ સાથે કોઇ માથાકૂટ ન કરવા પણ જણાવ્યુ છે.

મારી પર ખોટા આરોપો લગાવાયા છેઃ ચૈતર વસાવા

મોટી સંખ્યામાં આવેલા ચૈતર વસાવાના સમર્થકો અને હાજર પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. આપને જણાવીએ કે, આ મામલે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેએ જણાવ્યુ હતુ કે, ‘વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવી હતી. તેને લઈને વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી. ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. વનવિભાગના કર્મચારીઓ જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમની સાથે બોલાચાલીની સાથે સાથે માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ધમકાવ્યા હતા અને ખેડૂતોને પાકના પૈસા આપવા માટે જણાવ્યું હતું. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

ચૈતર વસાવા એક મહિનાથી ભુગર્ભમાં હતા

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!

અમને મારશો નહીં… અહીં માત્ર વિરોધ કરવા આવ્યા છીએ… સંસદમાં ઘુસનારાઓએ કરી સાંસદોની ન મારવાની અપીલ

જ્યારે વનવિભાગના કર્મચારીઓ ચૈતર વસાવાને ઘરે ગયા ત્યારે તેમની સાથે બોલાચાલીની સાથે માર મારી તેમને ધમકાવ્યા હતા અને ખેડૂતોને પાકના પૈસા આપવા માટે દબાણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.

 


Share this Article