સમગ્ર દેશમાં ફરી એકવાર નોટબંધીની ચર્ચાઓનું બજાર ગરમ છે. ચાની દુકાનથી લઈને શાકભાજીની દુકાન સુધી 2000 રૂપિયાની નોટની ચર્ચા ચાલી રહી છે. આજે RBIએ 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.
ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, 2000 રૂપિયાની નોટ મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ક્લીન નોટ પોલિસી અંતર્ગત RBIએ મોટો નિર્ણય લીધો છે. આ નોટો 30 ડિસેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.
આ પણ વાંચો
Gujarat Weather: હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 5 દિવસ આગ ઝરતી ગરમી પડશે, યલો એલર્ટ અપાયું
‘RBIનો નિર્ણય દેશના હિતમાં છે’
ધાર્મિક નગરી અયોધ્યાના સંતો પણ આરબીઆઈના આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે. સંતોએ કહ્યું કે પીએમ મોદીના માર્ગદર્શનમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, તે દેખીતું છે કે દેશ સતત વિકાસ કરી રહ્યો છે. 2000ની નોટ અંગે RBI દ્વારા લેવાયેલ નિર્ણય આવકાર્ય છે.