કેટલીય મિટિંગો બાદ આખરે ડીલ ફાઈનલ થઈ ગઈ, સુનક સરકાર આપશે 5150 કરોડ, ટાટાની કંપની મોજે મોજમાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Big Deal : ટાટા ગ્રુપનો  (Tata Group) સમગ્ર વિશ્વમાં બિઝનેસ છે. ટાટા ગ્રુપે બ્રિટનમાં ખાસ કરીને સ્ટીલ સેગમેન્ટમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. હવે ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલે (Tata Steel) બ્રિટિશ સરકાર સાથે મોટો સોદો કર્યો છે. હકીકતમાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે, બ્રિટનની ઋષિ સુનક (Rishi Sunak) સરકારે ટાટા સ્ટીલને 50 કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 5,150 કરોડ)ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારે ટાટા સ્ટીલના પ્લાન્ટમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આ ગ્રાન્ટ આપી છે. કંપનીએ 15 સપ્ટેમ્બરે શેરબજારોને મોકલેલા સંદેશાવ્યવહારમાં આ માહિતી આપી હતી.

 

અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી

તમને જણાવી દઈએ કે, ટાટા સ્ટીલનો આ પ્લાન્ટ સાઉથ વેલ્સના પોર્ટ ટેલ્બોટ (Port Talbot Plant)માં છે. આ મુદ્દે સહમત થવા માટે છેલ્લા ઘણા મહિનાથી વાતચીત ચાલી રહી હતી. હવે બંને સંમત થયા છે. વાસ્તવમાં આ પ્લાન્ટ બંધ થવાના આરે હતો. પરંતુ હવે ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકારે સંયુક્ત રીતે પોર્ટ ટાલ્બોટ સાઇટ પર 1.25 અબજ પાઉન્ડના રોકાણ સાથે હાઇટેક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે, જેમાં 500 મિલિયન પાઉન્ડની સરકારી ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે. આ પૈસા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.

જો કે, જ્યારે આ મુદ્દે વાતચીત શરૂ થઇ ત્યારે ટાટા સ્ટીલે આ પ્રોજેક્ટ માટે બ્રિટિશ સરકાર પાસે મોટી રકમની માંગણી કરી હતી. પરંતુ હવે 1.25 અબજ પાઉન્ડના રોકાણ પર સંયુક્ત કરાર થયો છે. આ પ્લાન્ટ બંધ થવાથી લગભગ ૩૦૦૦ નોકરીઓ જોખમમાં મુકાઈ હોત.

 

 

નોકરીની નવી તકો પણ સર્જાશે.

ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેકરને કહ્યું કે, “યુકે સરકાર સાથેનો આ સોદો સ્ટીલ ઉદ્યોગ તેમજ યુકેની ઔદ્યોગિક મૂલ્ય શ્રુંખલાના ભવિષ્ય માટે ખૂબ જ સકારાત્મક છે. આ સૂચિત રોકાણથી હજારો નોકરીઓની બચત થશે અને સાઉથ વેલ્સમાં ગ્રીન ટેકનોલોજી આધારિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે એક મોટી તક પ્રસ્તુત થશે.”

આ કરાર બાદ હવે ટાટા સ્ટીલ તેને લાગુ કરવા પર ફોકસ કરશે. ટાટા સ્ટીલે કહ્યું કે, પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી એકઠી કરવી પડશે. આ સિવાય તમામ જરૂરી મંજૂરીઓ અને સર્ટિફિકેટ મળ્યા બાદ આ પ્રોજેક્ટ 36 મહિનાની અંદર શરૂ કરી શકાશે.

 

 

ગુજરાતના ખેડૂતો આનંદમાં, આજે મેઘરાજા તમને નિરાશ નહીં કરે, અત્ર તત્ર સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં ખૂદ ધારાસભ્યની પત્ની અને ઘર સુરક્ષિત નથી તો જનતાનું શું વિચારવાનું, પત્નીને બાંધી રોકડા અને દાગીના બૂચ મારી ગયા

Breaking: વલસાડમાં માનવામાં ના આવે એવી ઘટના, રાત્રે અચાનક અજાણ્યા ઝાટકા આવ્યાં અને ધરતી ફાટી ગઈ, ચારેકોર ફફડાટ

 

દરમિયાન શુક્રવારે ટાટા સ્ટીલનો શેર 0.38 ટકાના વધારા સાથે 132.20 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 14.01 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં લગભગ 25.07 ટકાનો વધારો થયો છે.

 

 

 


Share this Article