ભણવાનું છૂટ્યું, છાતી ચીરનારો સંઘર્ષ, પિતાનું અવસાન, સપનાઓ હોમાયા…. હવે પરસેવાની લીલાથી ફાલ્ગુન રાઠોડની દેશ-વિદેશમાં બોલબાલા

Lok Patrika
Lok Patrika
11 Min Read
Share this Article

ભારતના ટોપ 10 એથિકલ હેકર્સની વાત કરવામાં આવે તો એમાં ફાલ્ગુન રાઠોડનું નામ ચોક્કસ આવે. એટલું જ નહીં પોલેન્ડના સાઈબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ મેગેઝિનના કવર પેજ પર જો કોઈ ભારતીયનું નામ આવ્યું હોય તો એ સૌથી પહેલાં ભારતીય ફાલ્ગુન રાઠોડ છે. તેમના સરળ વ્યક્તિની જેમ તેમની સફળતાનો મંત્ર પણ એટલો જ સરળ છે. ફાલ્ગુન રાઠોડે પોતાના જુસ્સાને વ્યવસાયમાં બદલી નાખ્યો અને એક નવો જ ચીલો ચાતર્યો.

ફાલ્ગુન રાઠોડે સાયબર ઓક્ટેટ કંપનીની સ્થાપના કરી અને સ્થાપક બન્યા. સાયબર ઓક્ટેટ એક સાયબર સિક્યોરિટી કંપની છે. જે ભારતીય સર્વર જૂથનો એક ભાગ છે. હાલ તેમની પાસે 150થી પણ વધુ સાઈબર સિક્યોરિટીને લગતા ગ્રાહકો છે. જેમાં ટાટા મોટર્સ, ભારતીય સેના અને કતાર મંત્રાલયનો સમાવેશ થાય છે. ફાલ્ગુન રાઠોડે 55,000થી પણ વધુ સ્ટુડન્ટ્સને સાયબર સિક્યુરિટી અને એથિકલ હેકિંગની તાલીમ આપી છે. ગુજરાતીમાં કહેવત છે કે સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય. બસ, આજ કહેવત ફાલ્ગુન રાઠોડને પણ લાગુ પડે છે. તેઓએ અનેક કપરાં સમય અને સંઘર્ષનો સામનો કર્યો અને આજે સફળતાના શિખરે પહોંચ્યા છે. જો કે, આ સફળતા સુધી પહોંચવું એ કોઈ સરળ કામ નહોતું.

કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો

એક વિનમ્ર ગુજરાતી પરિવારમાંથી આવતા ફાલ્ગુન રાઠોડનો જન્મ વર્ષ 1990માં થયો હતો. તેમનો ઉછેર અમદાવાદમાં જ થયો છે. તેમની પાસે એક રસપ્રદ સફળતાની કહાણી છે. શાળાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ એક એવરેજ વિદ્યાર્થી હતા. એ પછી તેઓએ કૉલેજમાં એડમિશન લીધું. જો કે, કોઈ કારણોસર તેઓને કૉલેજનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડવો પડ્યો હતો. એ પછી તેમના જીવનમાં સંઘર્ષ શરુ થયો. પણ તેઓએ હાર ન માની અને આજે તેઓ ભારતના ટોપ ટેન એથિકલ હેકર્સમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું

આમ તો ફાલ્ગુન રાઠોડ એક ડૉક્ટર બનવા માગતા હતા, પણ તેઓનું આ સપનું પુરુ થઈ શક્યું નહીં. કારણ કે તેઓને ઈન્ફોર્મેશન સિક્યુરીટીમાં કંઈક અલગ જ કરવા માગતા હતા. બોર્ડની પરીક્ષામાં તેઓ સારા માર્ક્સ મેળવી શક્યા નહીં અને એના કારણે મેડિકલમાં એડમિશન મેળવી શક્યા નહીં. પણ આ નિષ્ફળતાથી તેઓ જરાય હાર માન્યા નહીં. એ પછી તેઓ પોતાના કેટલાંક સાથી મિત્રોના પગલે ચાલ્યા અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન (BCA)નો અભ્યાસ કર્યો. જે રીતે દરેક વ્યક્તિને રુપિયા કમાવવાની ઈચ્છા હોય એવી જ તેમને પણ હતી. જેના કારણે તેઓએ મલ્ટિ લેવલ માર્કેટિંગ (MLM)માં પણ ઝૂકાવ્યું.

MLMની જોરશોરથી ચર્ચા હતી

એ સમયે MLMની પણ બજારમાં જોરશોરથી ચર્ચા હતી. એક તરફ MLM અને બીજી તરફ કૉલેજનો અભ્યાસ. કૉલેજનો અભ્યાસ કરવા માટે તેઓએ દરરોજ લાંબી મુસાફરી કરવી પડતી હતી. કૉલેજમાં હાજરી પણ જરુરી હતી. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર આની અસર પડી. શારીરિક તકલીફો આવી પડતા એ કૉલેજના અભ્યાસમાં નડતરરુપ બની. તેમ છતા આ બધી તકલીફોને તેઓએ પોતાના લક્ષ્યના આડે આવવા દીધા નહીં. પોતાની મોટી મોટી મહત્વકાંક્ષાઓને લઈ હાર ન માની.

આ સંઘર્ષો કાયમ યાદ રહેશે

એ સમય કપરો હતો અને ઉંમર પણ નાની હતી. 17 વર્ષની ઉંમરે તેઓને MLM પ્રોગ્રામ અધવચ્ચે જ છોડવો પડ્યો અને બીજા વિકલ્પ માટે શોધખોળ કરવી પડી. એ સમયે તેમના મનમાં એક વાત નક્કી હતી કે શીખવા માટે ઘણુ બધુ છે અને નાની ઉંમરે તેમની પાસે સમય પણ છે. એટલે તેઓ ICICI પ્રુડેન્શિયલમાં માર્કેટિંગ અને સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જોડાયા. પણ સૌ કોઈ જાણે છે કે એ સમય કપરો હતો અને ઉંમર પણ નાની હતી. 17 વર્ષની ઉંમરે તેઓને MLM પ્રોગ્રામ અધવચ્ચે જ છોડવો પડ્યો અને બીજા વિકલ્પ માટે શોધખોળ કરવી પડી. એ સમયે તેમના મનમાં એક વાત નક્કી હતી કે શીખવા માટે ઘણુ બધુ છે અને નાની ઉંમરે તેમની પાસે સમય પણ છે. એટલે તેઓ ICICI પ્રુડેન્શિયલમાં માર્કેટિંગ અને સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જોડાયા. પણ સૌ કોઈ જાણે છે કે વાસ્તવિકતા એ છે કે કોઈને વીમો લેવા માટે તૈયાર કરવા એ કોઈ સરળ કામ નથી. આ નોકરી દરમિયાન તેમને અનેક સારા નરસા અનુભવો થયા અને ઘણુ બધુ શીખ્યા. આ નોકરીના છ મહિનાની અંદર જ તેમને ખ્યાલ આવી ગયો કે વીમો વેચવો એ ચાની પ્યાલી વેચવા જેટલો સરળ નથી. એ પછી પણ તેમની કારકિર્દીઓની પસંદગીઓ બદલાતી રહી. તેમના જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું એમાં એક વસ્તુ ખૂબ જ સામાન્ય હતી અને એ હતું કે પોતાની નિષ્ફળતાઓમાંથી શીખવું. તેઓ પોતાની નિષ્ફળતાઓમાંથી ઘણુ બધું શીખ્યા.

મહિને રુપિયા 2000ના પગારે નોકરી કરી

કામમાં સતત અડચણો-નિષ્ફળતા અને સ્વાસ્થ્યની મુશ્કેલી વચ્ચે ફાલ્ગુન રાઠોડ એક સમયે નિરાશ થઈ ગયા હતા, પણ હાર્યા નહોતા. બરાબર એ સમયે ભારતમાં વોલમાર્ટના આગમાનના સમાચાર આવ્યા અને બજારમાં પણ તેજી જોવા મળી. એટલે તેમને રિટેલ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનું યોગ્ય લાગ્યું. તેઓએ રિટેલ કોર્ષની થોડી તાલીમ મેળવી. એ પછી ફાલ્ગુન રાઠોડે ભારતીય રિટેલ બ્રાન્ડ સાથે ગ્રાહક સેવા પ્રતિનિધિત્વ તરીકે કામ કરવાનું શરુ કર્યું. એ સમયે તેમને દર મહિને માત્ર રુપિયા 2,000નું મામૂલી વેતન મળતું હતું. મહિનાનો પગાર સાવ ઓછો હતો અને દોડાદોડીમાં જે શ્રમ પહોંચતો હતો એનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું હતું. એટલે ડૉક્ટરે પણ તેમને ડેસ્ક વર્ક કરવાની સલાહ આપી. જીવનના આ તબક્કે ફાલ્ગુન રાઠોડને એવું લાગ્યું કે આ બંધિયાર કામમાંથી બહાર આવવાની જરુર છે. ખૂબ જ આત્મ શંકા અને અસાલમતી વચ્ચે તેઓએ અન્ય વિકલ્પો માટે વિચાર્યું.

સોશિયલ મીડિયા પગપેસારો કરી રહ્યું હતું

એ સમયે સોશિયલ મીડિયા તો હજુ પગપેસારો જ કરી રહ્યું હતું અને Orkut આવ્યું. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જૂના પરિચિતો મળી રહ્યા હતા અને નવા નવા મિત્રો બની રહ્યા હતા. એ સમયે Orkut પર ફાલ્ગુન રાઠોડનો સંપર્ક એક હેકર્સ કોમ્પ્યુનિટી સાથે થયો. બસ, અહીંથી જ તેમના જીવનમાં જબરદસ્ત વળાંક આવ્યો. એકાઉન્ટને હેક કેવી રીતે કરી શકાય એ શીખવાની તક મળી. સાયબર સુરક્ષાના આ ક્ષેત્રએ તેમને ઘેલુ લગાડ્યું. એ સમયે લોકોની માનસિકતા એવી હતી કે હેકિંગ એ એક ગુનો છે. દુર્ભાગ્યની વાત તો એ હતી કે સાયબર સુરક્ષાની સૌથી મહત્વપૂર્ણ બાજુથી લોકો અજાણ હતા.

જીવનની દિશા બદલાઈ

એ પછી તેમના જીવનની આખી દિશા બદલાવવાનું શરુ થયું. તેમને એક કોલ આવ્યો અને તેઓએ સાયબર સિક્યુરિટીને લઈ ઊંડાણપૂર્વક સંશોધન કર્યું અને એમાંથી કંઈક નવું કરવાની યુક્તિઓ શીખી. પછી તેઓએ Orkut નેટવર્કિંગ ફેસિલિટેટર તરીકે કામ શરુ કર્યું. તેઓએ ઈન્ડસ્ટ્રીના લીડર્સ સાથે સંબંધો બનાવ્યા અને ઈન્ફોર્મેશન સિક્યુરિટીના ક્ષેત્રમાં પોતાનું નોલેજ વધાર્યું. આ કામ કર્યા પછી તેઓમાં એક વિશ્વાસ હતો કે તેઓ સાયબર સિક્યુરિટી મુદ્દે યુવાઓને તાલીમ આપી શકે છે.

પોલીસ પણ તેમની મદદ લેતી હતી

આ દરમિયાન ફાલ્ગુન રાઠોડ રાજ્ય અને કેન્દ્રીય સ્તરની સરકારી એજન્સીઓની સલાહ પણ લેતા હતા. એટલું જ નહીં પોલીસ પણ તેમની મદદ લેતી હતી. એ પછી 2011માં પોતાની કંપની સાયબર ઓક્ટેટ સ્થાપવાનું મનોબળ વધુ મજબૂત થયું. પોતાની માલિકીની કંપની સ્થાપવાનો સફળતાનો સ્વાદ ચાખ્યા પછી તેઓને આ ક્ષેત્રે વૃદ્ધિ અને વિસ્તરણ કરવાની જરુર જણાઈ. પછી તેઓએ પોતાની કંપની સ્થાપી અને પ્રાઈવેટ લિમિટેડ કંપની ઊભી કરી. 2013 સુધીમાં તો સાયબર ઓક્ટેટ પાસે પહેલેથી જ વધુ ત્રણ ફ્રેન્ચાઈઝી હતી.

પિતા ગુમાવ્યા અને પાછો સંઘર્ષ શરુ થયો

સાયબર ઓક્ટેટના ફાઉન્ડર બનવું એ કોઈ મામૂલી કામ નહોતું. અનેક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ફાલ્ગુન રાઠોડે પોતાના પિતાને કેન્સરની બીમારીના કારણે ગુમાવ્યા હતા. જે તેમના માટે ખૂબ જ મોટો પડકાર હતો. પરંતુ 2017માં ફાલ્ગુન રાઠોડ પોતાની ફ્રેન્ડ ભૂમિકા પાઠક સાથે મળીને સાયબર ઓક્ટેટને ફરીથી ઊભી કરી. આજે ભૂમિકા પાઠક મેનેજિંગ ડિરેક્ટર છે અને પોતાના આ બિઝનેસને આગળ વધારવા માટે વિવિધ વ્યૂહરચનાઓ તૈયાર કરે છે. જ્યારે દર્શન પણ તેમની આ કંપનીમાં 2020માં જોડાયા. તેઓ કંપનીમાં ચીફ સેલ્સ ઓફિસર તરીકે કામ કરે છે. જેઓ શિક્ષણ ક્ષેત્રને આગળ લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિદેશમાં પણ સાયબર ઓક્ટેટે પગ જમાવ્યો

આજે સાયબર ઓક્ટેટે કેનેડા અને દુબઈ જેવા દેશોમાં પણ પોતાનો પગ જમાવ્યો છે અને 300થી પણ વધુ ગ્રાહકો છે. સાયબર ઓક્ટેટ વૈશ્વિક સ્તરે બે મહત્વની IoT સેવા આપતી કંપનીઓમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એટલું જ નહીં સમગ્ર વિશ્વમાં વિસ્તરણ કરવા માટે તૈયાર છે. પરંતુ ફાલ્ગુન રાઠોડ માટે માત્ર સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કે ઉદ્યોગ સાહસિક બનવું જ પૂરતું નથી, તેઓ પોતાની પાસે જે જ્ઞાન છે એ આજની પેઢી સુધી પહોંચાડવામાં માને છે. કે જેઓ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે. એટલે તેઓ સુધી પોતાનું જ્ઞાન પહોંચે એ માટે સાયબર સિક્યુરિટી સ્કૂલ ચલાવે છે. જેના હેઠળ તેઓએ પહેલેથી જ 50,000થી પણ વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે.

‘Think High Foundation’ એનજીઓ સ્થાપી

અનેક સાયબર પ્રેમીઓ માટે એક કોચ અને મેન્ટોર હોવાની સાથે ફાલ્ગુન રાઠોડ બીજાને મદદ કરવાની ઈચ્છા કાયમ રાખે છે. બે વર્ષ પહેલાં ફાલ્ગુન રાઠોડે પોતાના બિઝનેસ પાર્ટનર સાથે મળીને ‘Think High Foundation’ નામની એક એનજીઓની સ્થાપના કરી હતી. જેનો હેતુ ગરીબો, જરુરિયાતમંદોને ભોજન, આશ્રય, તબીબી સહાય અને દૈનિક જરુરિયાતો પૂરી પાડવાનો છે. જેથી તેમના જીવનને ઉજાગર કરી શકાય. તેઓ બીજાને રોજગાર શોધી આપવામાં અને મહિલા સશક્તિકરણમાં પણ પોતાનું યોગદાન આપે છે.

અનેક સન્માન અને પુરસ્કાર મળ્યા

ખૂટે નહીં એવા ઉત્સાહહ સાથે ફાલ્ગુન રાઠોડ દરરોજ સાયબર સુરક્ષાના મુદ્દાઓ પર હંમેશા અપડેટ રહે છે. એના માટે તેઓ પ્રખ્યાત પણ છે. એટલું જ નહીં ફાલ્ગુન રાઠેડને પોતાના કરિયરમાં અનેક સન્માન અને પુરસ્કાર પણ મળ્યા છે. જેમાં યુનાઈટેડ સ્ટેટ્સ ગર્વમેન્ટના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની માન્યતા પણ સામેલ છે. એથિકલ હેકિંગ પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો અને આ જ પ્રેમ તમને આજે આ સફળતાના શિખરો સુધી લઈ આવ્યો. ખૂબ જ મહેનતું ફાલ્ગુન રાઠોડ પોતાના કરિયરની મહત્વકાંક્ષાઓને મેળવવા માટે સખત અને સ્માર્ટ વર્ક સાથે કેટલાંક સિદ્ધાંતોને ખાસ અનુસરે છે.

 


Share this Article