World News : યુનાઇટેડ સ્ટેટ ઓફ જિયોલોજિકલ (United State of Geological) સર્વેના રિપોર્ટ અનુસાર મોરક્કોમાં (morocco) આવેલા ભૂકંપથી (earthquake) જે નુકસાન થયું છે તે જીડીપીના 8 ટકા જેટલું થઇ શકે છે. વિશ્વ બેંકના આંકડા મુજબ, ઉત્તર આફ્રિકન દેશના 2022 ના 134.18 અબજ ડોલરના જીડીપી અંદાજના આધારે તે લગભગ 10.7 અબજ ડોલર હશે. યુએસજીએસએ પેજર સિસ્ટમ દ્વારા પોતાનો અંદાજ જાહેર કર્યો છે અને મોરોક્કોને સંભવિત આર્થિક નુકસાન માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વર્જિનિયા સ્થિત એજન્સીએ કહ્યું કે આ સંભવિત નુકસાન છે. હોનારત વધુ મોટી થવાની સંભાવના છે.
પેજર એક ઓટોમેટેડ સિસ્ટમ છે, જે, તેની વેબસાઇટ અનુસાર, દરેક દેશ અથવા પ્રદેશમાં ભૂકંપના આધારે આર્થિક અને જીવલેણ નુકસાનનું મૂલ્યાંકન કરે છે. તે ભૂકંપના આંચકાની તીવ્રતાના દરેક સ્તરના સંપર્કમાં આવેલી વસ્તીની તુલના કરીને ભૂકંપની અસરોનું મૂલ્યાંકન પણ કરે છે. ધરતીકંપ કોઈપણ અર્થતંત્ર માટે મોટી સમસ્યા ઊભી કરે છે, કારણ કે આર્થિક પ્રવૃત્તિમાં વિક્ષેપ પડવાની સાથે પુનર્ગઠનનો ખર્ચ પણ વધી જાય છે.
તુર્કી-સીરિયાના ભૂકંપથી અર્થતંત્રને પણ નુકસાન થયું છે
વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે એકલા સીરિયામાં અંદાજે 5.1 અબજ ડોલરનું નુકસાન થયું હતું. મૂડીઝ આરએમએસ અનુસાર, તુર્કીમાં, આર્થિક નુકસાન 25 અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જેમાં રિકવરીમાં કેટલાક વર્ષોનો સમય લાગવાની ધારણા છે. યુએનના જણાવ્યા અનુસાર, 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી પુનર્નિર્માણનો અંદાજિત ખર્ચ 100 અબજ ડોલરથી વધુ છે, જેમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આમ જોવા જઈએ તો તુર્કી-સીરિયા ભૂકંપ આર્થિક પ્રભાવની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો ભૂકંપ હતો. આ પહેલા પણ અનેક એવા ભૂકંપ આવી ચૂક્યા છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે.
દુનિયામાં આ રીતે તબાહી મચાવનાર ભૂકંપ
1994માં કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપથી ત્યાંની અર્થવ્યવસ્થાને $44 બિલિયનનું નુકસાન થયું હતું. વર્ષ 2008માં ચીનના સિચુઆનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. આંકડા અનુસાર, ચીનને 85 અબજ ડોલરનું નુકસાન થયું છે. વર્ષ 1995માં જાપાનના હ્યોગોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો અને આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેના કારણે જાપાનની અર્થવ્યવસ્થાને 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. સ્ટેટિસ્ટાની માહિતી અનુસાર, જાપાનના તોહોકુમાં પણ તીવ્ર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ વર્ષ 2011માં આવ્યો હતો અને દેશની અર્થવ્યવસ્થાને 210 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
મોરોક્કોની અર્થવ્યવસ્થા પહેલેથી જ ખરાબ છે
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, દુષ્કાળ અને ચીજવસ્તુઓના ઊંચા ભાવોની સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આંચકાઓને કારણે મોરક્કોની અર્થવ્યવસ્થા પહેલેથી જ પડી ભાંગી છે. વર્લ્ડ બેંકે મે મહિનામાં કહ્યું હતું કે મોરક્કોનો વાસ્તવિક જીડીપી 2021 થી 2022 ની વચ્ચે 7.9 ટકાથી ઘટીને અંદાજિત 1.2 ટકા થઈ ગયો છે. ફુગાવાના મોરચે, ફેબ્રુઆરી 2023 માં કોર ફુગાવો 8.5 ટકા પર પહોંચી ગયો છે અને ગરીબ લોકો પર તેની ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.
જગતનો તાત હરખાઈ એવા સમાચાર, આખા ગુજરાતમાં બેટિંગ કરશે, આ જિલ્લામાં તો ધોધમાર વરસશે
મોરારી બાપુ હવે આકરા પાણીએ, કોઈ સંપ્રદાયનું નામ લીધા વગર જ એવો ટોણો માર્યો કે સોંસરવો દિલની આરપાર ખૂંચશે
CM યોગીએ ગુસ્સામાં લાલચોળ થઈ સનાતન વિરોધીઓને કહ્યું- આ લોકોને રામની પરંપરા ગમતી જ નથી, કારણ કે તેને…
પર્યટન ક્ષેત્રની શું અસર થઈ છે?
મોરક્કો એ એક પર્યટન રાજ્ય પણ છે અને મારકેશમાં યુનેસ્કોની ઘણી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. ભૂકંપની અસર પર્યટન પર કેટલી થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. મોર્ડોર ઇન્ટેલિજન્સના જણાવ્યા અનુસાર મોરક્કોની આર્થિક પ્રવૃત્તિમાં પર્યટનનો હિસ્સો 7 ટકા છે. આ સેક્ટર 5 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે.