Bollywood News: કંગના રનૌતે ભાજપમાં જોડાઈને રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે. અભિનેત્રી હિમાચલ પ્રદેશના મંડીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અરુણ ગોવિલ પણ આ વખતે ભાજપ તરફથી ચૂંટણી લડવા તૈયાર છે. પાર્ટીએ અભિનેતાને મેરઠ સીટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
કંગના રનૌતની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘ક્વીન’, ‘પંગા’, ‘ધાકડ’, ‘મણિકર્ણિકા’, ‘તનુ વેડ્સ મનુ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. અભિનેત્રીની કેટલીક જ ફિલ્મો સફળ રહી પરંતુ કંગનાએ તેની ફિલ્મી કરિયરમાં ઘણું નામ અને પૈસા કમાયા. અભિનેત્રી હાલમાં 95 કરોડની સંપત્તિની માલિક છે.
કંગના પાસે આલીશાન બંગલા અને ઓફિસ છે
કંગના રનૌત વૈભવી જીવનશૈલી જીવે છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. Koimoi અનુસાર અભિનેત્રી પાસે મુંબઈમાં 5BHK એપાર્ટમેન્ટ છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. આ સિવાય કંગના પાસે મનાલી પાસે 30 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો છે. ઘર સિવાય કંગના એક ઓફિસની પણ માલિક છે. આ ઓફિસ પાલી હિલ્સમાં છે, જેની કિંમત 48 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
લક્ઝુરિયસ કારનો ઢગલો
કંગના રનૌત પાસે લક્ઝુરિયસ કારનું પણ સારું કલેક્શન છે. તેની પાસે રૂ. 35 કરોડની કિંમતની BMW 7 સિરીઝ અને રૂ. 75 લાખની મર્સિડીઝ-બેન્ઝ GLE SUV પણ છે. આ ઉપરાંત, અભિનેત્રી પાસે રૂ. 2.69 કરોડથી રૂ. 3.40 કરોડની કિંમતની મર્સિડીઝ મેબેક એસ-ક્લાસ અને રૂ. 34.75 લાખથી રૂ. 43.61 લાખની વચ્ચેની Audi Q3ની પણ માલિકી છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
અરુણ ગોવિલ પાસે પણ કરોડોની સંપત્તિ
અરુણ ગોવિલ પાસે પણ પૈસાની કોઈ કમી નથી. રામ તરીકે જાણીતા ટીવી એક્ટર પાસે 41-49 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અરુણ ગોવિલે રામાનંદ સાગરની ‘રામાયણ’ સાથે નામ અને પૈસા કમાયા. આ સીરિયલના એક એપિસોડ માટે તે 51 હજાર રૂપિયા લેતા હતા. અરુણે ઓહ માય ગોડ 2 માં ભૂમિકા ભજવી હતી જેના માટે તેણે 50 લાખ રૂપિયા ફી લીધા હતા.