વિકિપીડિયાએ અદાણી વિશે એવો ખતરનાક ખુલાસો કર્યો કે બજારમાં ભૂકંપ આવ્યો, એક ઝાટકે સીધા 40,000 કરોડ ડૂબી ગયા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

24 જાન્યુઆરી પછી અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. હજુ તો હિંડનબર્ગ રિપોર્ટની આગ ઓલવાઈ ન હતી ત્યા અન્ય એક ઘટસ્ફોટથી રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે જ્ઞાનકોશ વિકિપીડિયાએ અદાણી પર હુમલો કર્યો અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા જેના પછી બુધવારે અદાણી જૂથના શેરમાં 12%નો ઘટાડો થયો. અબજોપતિ ગૌતમ અદાણીના તમામ 10 શેર વેચવાલીનું દબાણ હેઠળ આવ્યા હતા. તેમાંથી મોટાભાગનામાં લોઅર સર્કિટ લગાવવામાં આવી છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડનો ઘટાડો થયો છે.

વિકિપીડિયાએ અદાણી વિશે કહ્યું આવુ

આ સાથે ગૌતમ અદાણી વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં 27માં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ ઘટીને $46.1 બિલિયન થઈ ગઈ છે. વિકિપીડિયાએ અદાણી પર લગભગ એક દાયકાથી જુદા જુદા પ્લેટફોર્મ પર અદાણી જૂથ વિશે અતિશયોક્તિ અને કહેવાનો આરોપ મૂક્યો છે. વિકિપીડિયાએ આ માટે ‘સોક પપેટ’નો પણ ઉપયોગ કર્યો છે. અહેવાલ મુજબ 40 થી વધુ સાક પપિટ અથવા અઘોષિત પેઇડ લેખકોએ અદાણી પરિવાર અને પારિવારિક વ્યવસાયો પર નવ લેખો લખ્યા અથવા સંપાદિત કર્યા. આમાંના ઘણાએ ઘણા લેખો સંપાદિત કર્યા અને બિન-તટસ્થ સામગ્રી ઉમેરી.

જાણો શુ છે સાક પપિટ

વિકિપીડિયાએ કહ્યું કે આ સાક પપિટને પાછળથી પ્રતિબંધિત અથવા અવરોધિત કરવામાં આવ્યા હતા. ‘સાક પપિટ’ને ઇન્ટરનેટ પર સક્રિય એવા નકલી એકાઉન્ટ્સ કહેવામાં આવે છે જે વ્યક્તિ અથવા મુદ્દાની તરફેણમાં લોકોનો અભિપ્રાય બનાવવા માટે બ્લોગ, ફોરમ, વિકિપીડિયા અને ફેસબુક અથવા ટ્વિટર જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વિકિપીડિયાએ આક્ષેપ કર્યો છે કે આમાંના કેટલાક સાક પપિટ કંપનીના કર્મચારીઓ છે અને તેમણે બિન-તટસ્થ સામગ્રી ઉમેરવા અને માહિતી પર વિકિપીડિયા ચેતવણીઓ દૂર કરવાનું કામ કર્યું છે.

BIG BREAKING: અરરર મા… ચીનમાં તુર્કી જેવો જ શક્તિશાળી ભૂકંપ, ચારેકોર તબાહીના એંધાણ, તીવ્રતા જાણીને ધ્રુજી ઉઠશો

અડધા ખાધેલા સફરજન અને પાણીની બોટલો એકબીજા પર ફેંકી, દિલ્હીના કાઉન્સિલરો આખી રાત કૂતરા-બિલાડાની જેમ ઝઘડ્યાં

કુંવારા લોકો બસ એક અઠવાડિયું કાઢી નાખો, માર્ચ મહિનામાં આ રાશિના જાતકોને મળી જશે લાઈફ પાર્ટનર

અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 12%નો ઘટાડો

કાલે ઇન્ટ્રાડે ટ્રેડમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર 13% સુધી તૂટ્યા હતા. કંપનીના શેર રૂ.1387 પર આવી ગયા છે. અદાણી પોર્ટનો શેર 5% ઘટીને રૂ. 554.15 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મરના શેરમાં 5%ની નીચલી સર્કિટ લાગી છે. ACC લિમિટેડનો શેર 5.39% ના ઘટાડા સાથે રૂ. 1729.30 પર ટ્રેડ થઈ રહ્યો છે. અંબુજા સિમેન્ટનો શેર 5.39 ટકાના ઘટાડા સાથે રૂ. 334.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય NDTVના શેરમાં 5%ની નીચી સર્કિટ છે.


Share this Article