Cricket News: રુતુરાજ ગાયકવાડે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મેળવ્યા બાદ તેની પ્રથમ સદી ફટકારી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલા આ ખેલાડીએ સદી ફટકારીને ટીમના સ્કોરને 4 વિકેટે 210 રન સુધી પહોંચાડી દીધો હતો. આઈપીએલમાં રૂતુરાજની આ બીજી સદી છે અને કેપ્ટન તરીકે તેની પ્રથમ સદી છે. આ સદી ફટકારીને આ ખેલાડીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઈતિહાસ રચી દીધો.
વર્તમાન IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 23 એપ્રિલ મંગળવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે મળેલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરી હતી. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર છઠ્ઠા બોલ પર પહેલો ઝટકો લાગ્યો હતો. આ પછી કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે છેલ્લી ઓવર સુધી એક છેડો પકડી રાખ્યો હતો. તેને અંતમાં આવેલા શિવમ દુબેએ ટેકો આપ્યો હતો અને તેણે 27 બોલમાં 7 સિક્સ અને 3 ફોર ફટકારીને 66 રન બનાવ્યા હતા. રૂતુરાજ અણનમ 108 રન બનાવીને પરત ફર્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 60 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. તેની અણનમ સદીની મદદથી તેણે ટીમને 210 રન સુધી પહોંચાડી હતી. આઈપીએલમાં રૂતુરાજની આ બીજી સદી છે અને કેપ્ટન તરીકે પ્રથમ છે.
દેશમાં ચારેકોર આટલી ગરમી કેમ પડી રહી છે? હજુ કેટલા દિવસ આકાશમાંથી આગ વરસશે, ક્યારે મળશે રાહત?
આ સાથે તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન પણ બન્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય સુધી ટીમનું સુકાન સંભાળ્યું અને નીચલા ક્રમમાં બેટિંગ કરી પરંતુ તે સદી સુધી પહોંચી શક્યો નહીં.