ટીમ ઈન્ડિયાની નજીકના સૂત્રએ કહ્યું કે, “બુમરાહ ઈજાગ્રસ્ત છે અને તેના પુનર્વસન માટે એનસીએને રિપોર્ટ કરશે, તેથી અમે આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.” જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેના સિલેક્શનની વાત છે, તો તેના વિશે વધુ નિશ્ચિતતા નથી. તેની ફિટનેસને જોતાં પસંદગીકારો આ અંગે આખરી નિર્ણય લેશે.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેમ્પિયન બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટની કેટલીક મેચ રમી શકશે નહીં. તે ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે. જસપ્રિત બુમરાહ પીઠના ખેંચાણ સામે લડી રહ્યો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સીડનીમાં રમાયેલી પાંચમી અને આખરી ટેસ્ટ મેચમાં તે બીજા જ દિવસે મેદાનની બહાર જતો રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં બોલિંગ કરવા ઉતર્યોનથી. તેણે પીઠના ખેંચાણની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેણે સ્કેન કરાવ્યું હતું. હાલ તે સ્વસ્થ થઈ રહ્યો છે અને તેના રિહેબિલિટેશન માટે તે ટૂંક સમયમાં બેંગાલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ને રિપોર્ટ કરશે.
160000 વર્ષ પછી થઈ રહ્યો છે અદ્ભુત સંયોગ, વહેલી સવારે પૃથ્વી પર દેખાશે બે સૂર્ય! તારીખ નોંધો