Cricket News: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી એકવાર તેની પ્રથમ IPL ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી. IPL 2024ની એલિમિનેટર મેચમાં બેંગલુરુને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટુર્નામેન્ટમાં બેંગલુરુની સફર ખતમ થઈ ગઈ. RCBની આ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
Bangalore CSK fans celebrating 😂💛
— CSK Fans Army™ (@CSKFansArmy) May 22, 2024
વાસ્તવમાં, RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને જ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. બેંગલુરુએ છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈને 27 રને હરાવ્યું હતું. ચેન્નાઈની હાર બાદ યલો આર્મીના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. હવે બેંગલુરુની હાર બાદ ચેન્નાઈના ચાહકો ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. CSK ફેન્સની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Always Incomplete without number 7 ❤️
💛💛💛💛#csk #RCBVSRR #IPLPAYOFFS pic.twitter.com/X8Moa3tiyE
— Meet Thakkar (@MeetTha71259673) May 22, 2024
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે કે ચેન્નાઈના કેટલાક ચાહકો એસીબીની હારની ઉજવણી ફટાકડા ફોડીને કરી રહ્યા છે, જ્યારે યલો આર્મીના કેટલાક ચાહકો કેક કાપીને આરસીબીની હારની ઉજવણી કરતા જોવા મળે છે.
Some Wins are Very Special, This was One of them, Thank you Rajasthan Royals ! 🩷💛#CSK #WhistlePodu #IPL2024 #Yellove pic.twitter.com/HUrHa0WpBB
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) May 22, 2024
આ સિવાય ઘણા ફેન્સ પણ જોવા મળ્યા જેઓ રાજસ્થાનનો આભાર માનતા હતા. રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે ચેન્નાઈના ઘણા ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં બેંગલુરુની હાર બાદ ચેન્નાઈના ચાહકો આનંદથી નાચતા જોવા મળ્યા હતા.