ફરીવાર પત્ની સાથે પરણ્યો હાર્દિક પંડ્યા, ઉદયપુરમાં કર્યા રંગે ચંગે લગ્ન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા તે સમયે કોવિડ-19ને કારણે બહુ ઓછા લોકો ભેગા થયા હતા. હવે હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશાએ વેલેન્ટાઈન ડેના અવસર પર ત્રણ વર્ષ પછી ફરી લગ્ન કર્યા છે.

 હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન કર્યા

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આપણે પ્રેમના આ અવસરે વેલેન્ટાઈન ડેની ઉજવણી ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કરીને કરી હતી. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રો અમારી આસપાસ છે તે માટે અમે ખરેખર આશીર્વાદિત છીએ.’

હાર્દિક નતાશાને પહેલીવાર નાઈટ ક્લબમાં મળ્યો હતો

પંડ્યાએ લગ્નમાં બ્લેક ટક્સીડો સૂટ પહેર્યો હતો. નતાસા સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે.

બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા 

વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં હાર્દિક બોલિવૂડ ગીતો પર ટ્યુન કરી રહ્યો છે અને તેના હાથમાં શેમ્પેનની બોટલ છે.

https://www.instagram.com/hardikpandya93/?utm_source=ig_embed&ig_rid=b6728395-3355-4e88-885a-0f978692c491

હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે નતાશાને પહેલીવાર નાઈટ ક્લબમાં મળ્યો હતો. નતાશાને બિલકુલ ખબર નહોતી કે તે ક્રિકેટર છે.

આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી 1 જાન્યુઆરી, 2020ના રોજ તેણે નતાશાને ક્રુઝ પર ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. બંનેની સગાઈ થઈ અને પછી એ જ વર્ષે જુલાઈમાં બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા.

શાબાસ અદાણી: અદાણીની એક ચાલ અને શેર માર્કેટમાં બૂમ પડી ગઈ, હિડનબર્ગ પણ જોતો રહી ગયો, બધું લીલુ-લીલુ કરી નાખ્યું!

આને કહેવાય જાડી ચામડી: ‘મોહ’ને વરેલા પુર્વ ધારાસભ્યો સરાકારી આવાસ ખાલી જ નથી કરતા, આખરે તાળુ તોડી કબ્જો લઈ લીધો

બાપ રે બાપ: 300 વર્ષ પછી પાણીમાંથી મળ્યો 17 અબજ ડૉલરનો ખજાનો, સોના-ચાંદી-હીરા-મણીની ચમક જોઈ દુનિયા ઘેલી થઈ! Video

લગ્નમાં હાર્દિક-નતાશાનો પુત્ર અગસ્ત્ય પણ હાજર રહ્યો હતો. આ ભવ્ય લગ્નમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને કોમેન્ટેટર જતીન સપ્રુ પણ આ ખાસ પળના સાક્ષી બન્યા. હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને હવે તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.


Share this Article