Cricket News: મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન કેપ્ટન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં સપોર્ટ મળ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી રમી ચુકેલા મનોજ તિવારીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે. પંડ્યાની સાથે તેણે જસપ્રિત બુમરાહની પણ પ્રશંસા કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે તેની 11માંથી 8 મેચ હારી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆરની ટીમ 169 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 170 રનનો ટાર્ગેટ આસાન માનવામાં આવતો હતો પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 145 રનમાં જ પડી ગઈ હતી.
આ મેચ બાદ પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ અનેક ટ્વિટ કર્યા હતા. તેણે પોતાની એક પોસ્ટમાં લખ્યું કે, ‘મને કોઈ ફરક નથી પડતો કે મુંબઈ ઈન્ડિયન્સ જીતે કે હારે. પરંતુ તે સારી વાત છે કે હાર્દિક પંડ્યા યોગ્ય લાઇન-લેન્થમાં બોલિંગ કરી રહ્યો છે, જે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ હાર્દિક પંડ્યાએ આ મેચમાં 2 વિકેટ લીધી હતી, પરંતુ તે માત્ર એક રન બનાવી શક્યો હતો. અગાઉ પંડ્યાએ લખનૌ સુપરજાયન્ટ્સ સામે પણ બે વિકેટ ઝડપી હતી.
I don't care about whether Mumbai Indians win or lose, but it's a good sign that Hardik Pandya is bowling with good line and length, which is important for India in the #T20WorldCup2024.#MIvsKKR #KKRvMI #HardikPandya
pic.twitter.com/kHLMRCPfTG
— Manoj Tiwari (@ManojTiwariIND) May 4, 2024
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હાર્દિક પંડ્યા સહિત 4 ખેલાડીઓ છે, જેઓ ભારત માટે વર્લ્ડ કપ રમવાના છે. જેમાંથી સૂર્યકુમાર યાદવે 56 રન બનાવ્યા હતા. જસપ્રિત બુમરાહે 18 રનમાં 3 વિકેટ લીધી હતી. રોહિત શર્મા 11 રન બનાવીને આઉટ થયો હતો.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
તાજેતરમાં નિવૃત્ત થયેલા મનોજ તિવારીએ પણ જસપ્રિત બુમરાહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ આ ખેલાડી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તિવારીએ એમ પણ કહ્યું કે પંડ્યાની જગ્યાએ બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવો વધુ સારું હોત. મનીષ પાંડેની બેટિંગ પર તેણે લખ્યું કે આ ખેલાડી IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. પરંતુ ઓછા રન રેટ અને સતત સારું ન રમવાને કારણે તેણે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી.