Cricket News: IPL 2024 ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું, પરંતુ હવે બીજી મેચમાં હાર્દિક પંડ્યાએ ફરી એકવાર નાક કપાવ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે તમામ રેકોર્ડ તોડીને 277 રન બનાવ્યા હતા. ફરી એકવાર મુંબઈના કેપ્ટનને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ નાક કપાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જો કે મયંક 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પછી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના બેટથી એવી આગ ફેલાઈ કે હૈદરાબાદની ટીમે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. હેડે 24 બોલમાં 62 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 9 ફોર અને 3 દમદાર સિક્સર પણ સામેલ હતી.
જ્યારે અભિષેક શર્માએ 23 બોલમાં 63 રનની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને મુશ્કેલ સમય આપ્યો હતો. અભિષેકની આ વિસ્ફોટક ઇનિંગમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈના બોલરોમાં જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો બોલર હતો જેણે 10થી ઓછા ઈકોનોમી રેટથી બોલિંગ કરી હતી. અભિષેક અને ટ્રેવિસ સિવાય હેનરિક ક્લાસને 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા.
SRHની બેટિંગે મુંબઈના બોલરોને ધોઈ નાખ્યાં
ક્વેના મફાકાએ આ મેચમાં આઈપીએલની શરૂઆત કરી હતી, પરંતુ તેનું સ્વાગત ખૂબ જ ક્રૂર રીતે કરવામાં આવ્યું હતું. તેણે 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 57 રન અને શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
કેપ્ટન હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે એક વિકેટ તો ચોક્કસ લીધી, પરંતુ તેણે 4 ઓવરમાં 46 રન પણ આપ્યા. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું અત્યાર સુધીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, જેના કારણે તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.