Cricket News: શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની સીઝનની શરૂઆત કરશે. બંને ટીમો 23 માર્ચે સામસામે ટકરાશે. તે જ સમયે, આ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ખેલાડી રિંકુ સિંહ તેના કોચ ચંદ્રકાંત પંડિત સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહ્યો છે. રિંકુ સિંહ અને ચંદ્રકાંત પંડિત ‘ઓલે-ઓલે’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે.
Dancing with the stars! 😂🫶 pic.twitter.com/RhohD3iGCA
— KolkataKnightRiders (@KKRiders) March 20, 2024
રિંકુ સિંહ અને ચંદ્રકાંત પંડિતનો વીડિયો
કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. જોકે, રિંકુ સિંહ અને ચંદ્રકાંત પંડિતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેના ડાન્સ મૂવ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
રિંકુ સિંહની આઈપીએલ કરિયર
જો આપણે રિંકુ સિંહના IPL કરિયર પર નજર કરીએ તો તે અત્યાર સુધી 31 મેચ રમી ચૂક્યો છે. જેમાં 142.16ની સ્ટ્રાઈક રેટ અને 36.25ની એવરેજથી 725 રન બનાવ્યા છે. આ ખેલાડીએ 4 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ IPLમાં રિંકુ સિંહનો સર્વશ્રેષ્ઠ સ્કોર 67 રન છે. આ સિવાય રિંકુ સિંહે 2 ODI અને 15 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત માટે ટી20 મેચોમાં રિંકુ સિંહે 176.24ની સ્ટ્રાઈક રેટ અને 89ની એવરેજથી 365 રન બનાવ્યા છે. રિંકુ સિંહનો આંતરરાષ્ટ્રીય મેચોમાં સર્વોચ્ચ સ્કોર 69 રન છે. આ સાથે જ આ ખેલાડીએ બે વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.