Crcket News: રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2024 ની તેની પ્રથમ જીત નોંધાવી હતી. ગયા રવિવારે (01 એપ્રિલ) વિશાખાપટ્ટનમના ડૉ.વાય. એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈને 20 રને હરાવીને જીત મેળવી હતી. પરંતુ હવે આ જીત બાદ પંતને મોટો ઝટકો લાગ્યો છે. CSK સામેની મેચમાં દિલ્હીના કેપ્ટને એક મોટી ભૂલ કરી, જેના માટે તેને મોટી સજા મળી.
વાસ્તવમાં દિલ્હીના કેપ્ટનને ચેન્નાઈ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ દિલ્હી કેપિટલ્સનો આ પહેલો કેસ હતો, જેના માટે તેમને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે IPL 2024માં આ દંડનો સામનો કરનાર પંત પ્રથમ નહીં પરંતુ બીજા કેપ્ટન બન્યા છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેનો શિકાર બની ચૂક્યો છે. ગયા મંગળવારે (26 માર્ચ), ગુજરાત એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમ્યું હતું. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને પણ ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ગિલને રૂ. 12 લાખના દંડનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 191/5 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેવિડ વોર્નરે 52 રન અને કેપ્ટન રિષભ પંતે 159.38ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. પંતે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. પંત સારા ફોર્મમાં જોવા મળ્યો હતો.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે ભલે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની બેટિંગથી ચારેકોર ચર્ચા જગાવી હતી. રહાણેએ ચેન્નાઈ માટે 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. 8મા નંબરે આવેલા એમએસ ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37* રન બનાવ્યા હતા. ધોનીની બેટિંગના ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.