Cricket News: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાનાર મહત્વની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે આરસીબી સામે રમાનારી મેચમાંથી બહાર છે. એટલું જ નહીં તેના પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પંત રાજસ્થાન રોયલ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે.
ડાબોડી બેટ્સમેન ઋષભ પંત IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈપીએલની આ સિઝનમાં ત્રીજી વખત ધીમી ઓવર રેટ માટે તે દોષી ઠેરવવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામે 7 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંતની ટીમે ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. જો એક સિઝનમાં ત્રણ વખત ધીમી ઓવર રેટ માટે દોષિત ઠરે તો ટીમના કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સિવાય ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફી બેમાંથી જે ઓછી હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને કલમ 8 હેઠળ પડકાર્યો હતો. આ અપીલ BCCI લોકપાલને મોકલવામાં આવી હતી. આ કેસની સુનાવણી વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ અધિકારીને મેચ રેફરીના નિર્ણયને સાચો લાગ્યો હતો. રવિવારે આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો છે. 12 મેના રોજ રમાનારી આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રિષભ પંત વિના મેદાનમાં ઉતરશે. આ મેચમાં દિલ્હીને તેના નિયમિત કેપ્ટનનું સમર્થન નહીં મળે.
ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરે, જો ઉછેરી ન શકો તો 4 અમને આપો, શીખોને કરવામાં આવી અજીબ અપીલ
ભાજપ શા માટે 400થી વધારે સીટનો દાવો કરી રહી છે? 2019માં હારી ગયેલી અડધી બેઠકો જીતવાનો વિશ્વાસ
પ્લેઓફની રેસમાં દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ IPL 2024 પ્લેઓફની રેસમાં યથાવત છે. દિલ્હી 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. દિલ્હી તેની છેલ્લી લીગ મેચ 14 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમશે.