ટીમ ઈન્ડિયામાં જાતિ પર થઈ રહી છે ગંદી રાજનીતિ, હવે રોહિત-અગરકરે ‘યાદવ’ને કાયમી ટીમમાંથી હટાવી દીધો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News : તમે બધા જાતિવાદ, પરિવારવાદ અને નેપોટિઝમ શબ્દોથી સારી રીતે પરિચિત છો. ઘણીવાર તમે આ વસ્તુને રાજકીય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોઇ હશે. પરંતુ જ્યારે તમને ક્રિકેટમાં પણ આ બધી વસ્તુઓનું મિશ્રણ જોવા મળે ત્યારે શું થાય છે. હા, અમે આ હવાઈમાં કહી રહ્યા નથી. ખરેખર આ સમયે ટીમ ઇન્ડિયામાં આ પ્રકારની ગંદી રાજનીતિ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત એવું કહેવામાં આવે છે કે, ભારતીય ટીમ (Team India)માં જાતિના કારણે કેટલાક ખેલાડીઓને બાકાત રાખવામાં આવે છે, અને તેમના સ્થાને ફ્લોપ રહેનારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમવાની તક પણ મળતી હોય છે. આ આર્ટિકલમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ટીમ ઇન્ડિયાના (Team India) એ ખેલાડીની, જેને કદાચ જાતિને કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જાતિને કારણે આ ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ સમયે ભારતીય ટીમ (Team India) વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમોમાંની એક છે. આ ટીમ ઘણી વખત મોટી ટુર્નામેન્ટમાં સેમિ-ફાઇનલ કે ફાઇનલ સુધીની સફર ખેડે છે. જેમાં તમામ ખેલાડીઓનું યોગદાન પણ સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ઘણા યુવા ખેલાડીઓ ટીમમાં આવી રહ્યા છે. સાથે જ કેટલાક અનુભવી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉમેશ યાદવ  (Umesh Yadav) પણ સામેલ છે. ઉમેશ યાદવ ઘાતક ફાસ્ટ બોલર છે, જેનાથી ઘણા ક્રિકેટ પ્રેમીઓ પરિચિત છે.

 

 

મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલો ઉમેશ યાદવ  (Umesh Yadav) હાલ 35 વર્ષનો છે, અને ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપની દોડ ચાલી રહ્યો છે. જોકે આ માટેનું કારણ બીસીસીઆઇ કે પસંદગીકારો તરફથી સ્પષ્ટ પણે સામે આવ્યું નથી. પણ એવી પણ વાતો ચાલી રહી છે કે યાદવ હોવાના કારણે એશિયા કપની ટીમની જાહેરાત દરમિયાન અજીત અગરકર અને રોહિત શર્માએ તેનું નામ લીધું ન હતુ. આ ટીમમાં હાલમાં રાજપૂત અને બ્રાહ્મણ કુળમાં જન્મેલા ઉચ્ચ જાતિના ખેલાડીઓની સૌથી વધુ યાદી છે અને ઓબીસી કે અન્ય કેટેગરીના બહુ ઓછા ખેલાડીઓ જોવા મળે છે. ઉમેશ યાદવની ક્રિકેટ કારકિર્દી એકદમ જોવાલાયક રહી છે, આમ છતાં તેને ટીમમાંથી પડતો મૂકવો થોડો આશ્ચર્યજનક લાગે છે.

 

 

ગુજરાતથી રિસાય ગયા મેઘરાજા, વરસાદની કોઈ જ આગાહી નથી, જો આવું ને આવું રહ્યું તો ખેડૂતોને રડવાના દિવસો આવશે!

BREAKING: સાળંગપુર બાદ આ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને બતાવાયા દાસ, સુરેન્દ્રનગરમાં હોબાળો મચી ગયો

સેનાના જવાનો હવે રજા દરમિયાન પણ દેશ સેવાનું કામ કરશે… સેનાએ લીધું મોટું પગલું, સામાન્ય લોકોને થશે ફાયદો

 

ઉમેશ યાદવની ક્રિકેટ કારકિર્દી

ઉમેશ યાદવ  (Umesh Yadav) જમણેરી ફાસ્ટ બોલર છે. તેની પાસે ગતિની સાથે સાથે લય અને લેન્થ બંને છે, તે પોતાની બોલિંગથી ગમે તેવા મજબુત બેટીંગ ઓર્ડરને હલાવી શકે છે. અત્યાર સુધીમાં તેણે 57 ટેસ્ટ મેચમાં કુલ 170 વિકેટ ઝડપી છે. આ સાથે જ 75 વન ડેમાં તેની 106 વિકેટ છે. આ સિવાય તેણે 9 ટી20 મેચમાં 12 વિકેટ પણ લીધી છે. આઈપીએલમાં પણ તેની કુલ 136 વિકેટ છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. જે પછી તેને ટીમ ઈન્ડિયામાંથી (Team India) પડતો મૂકવામાં આવ્યો.

 

 

 


Share this Article