Sachin Tendulkar : સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે જ તે એકમાત્ર એવો ખેલાડી છે જેના નામે 100 સદી નોંધાયેલી છે. સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ કલબના માનદ સભ્ય બનવાના આમંત્રણને સ્વીકારી લીધું છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટસ કલબોમાંની એક મેલબોર્ન ક્રિકેટ કલબની સ્થાપના 1838માં થઈ હતી. તે રમતના મુખ્ય સ્થળોમાંના એક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)ના સંચાલન અને વિકાસ માટે જવાબદાર છે. એમસીસીએ ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી અને તેની સાથે લખ્યું હતુ કે, ‘આઇકોન’નું સન્માન કરવામાં આવ્યું હતુ. એમસીસીને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે રમતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાનમાં રાખીને માનદ ક્રિકેટ સભ્યપદ સ્વીકાર્યું છે.
An icon honoured.
The MCC is pleased to announce that former Indian captain @sachin_rt has accepted an Honorary Cricket Membership, acknowledging his outstanding contribution to the game. pic.twitter.com/0JXE46Z8T6
— Melbourne Cricket Club (@MCC_Members) December 27, 2024
એમસીજીમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનો
એમસીજીમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેનમાં સચિન તેંડુલકર છે. તેણે આ મેદાન પર પાંચ ટેસ્ટમાં 44.90ની એવરેજ અને 58.69ની સ્ટ્રાઇક રેટથી 449 રન નોંધાવ્યા છે. તેણે આ મેદાન પર એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અગાઉ 2012માં તેંડુલકરને દેશના સર્વોચ્ચ સન્માનોમાંના એક એવા ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજવામાં આવ્યા હતા. એમસીજી હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચની યજમાની કરી રહી છે.
પીપળાના પાનમાં ભરપૂર માત્રામાં હોય છે ઔષધીય ગુણો, આ રોગોના ઉપચારમાં અસરકારક રીતે કરે છે કામ
ડબ્લ્યુએચઓના વડા માંડ માંડ બચ્યા, ફ્લાઇટમાં સવાર થવાના જ હતા, ત્યાં જ ઇઝરાયેલે બોમ્બમારો કરી દીધો
મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, આ શું હોય છે, શું સરકારી રજા પણ રહે છે?
ટેસ્ટ ક્રિકેટમાં 15000થી વધુ રન બનાવ્યા
સચિન તેંડુલકરે ભારતીય ટીમ માટે 200 ટેસ્ટમાં કુલ 15921 રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી 51 સદી નીકળી છે. 463 વન ડેમાં તેણે 18426 રન બનાવ્યા છે. તેણે વન ડેમાં 49 સદી ફટકારી છે. પછી ભલે તે દેશ-વિદેશમાં રમતો હોય કે વિદેશમાં રમતો હોય. તેણે દુનિયાના દરેક મેદાન પર પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે.