Cricket News: ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ ઘણી વખત પોતાની લવ લાઈફને લઈને હેડલાઈન્સમાં રહે છે. ઘણા સમયથી એવી અફવા છે કે ગિલ માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ક્યારેક સારા સ્ટેન્ડમાં શુભમન માટે ચીયર કરતી જોવા મળે છે તો ક્યારેક પાર્ટીમાં હાથ પકડીને. પરંતુ હાલમાં જ ખબર પડી કે બંને હવે અલગ થઈ ગયા છે અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ યુવા ખેલાડીના નિવેદન બાદ બંને વચ્ચે બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે.
View this post on Instagram
શુભમન ગિલનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે પ્રખ્યાત કોમેડિયન તન્મય ભટ્ટ અને પ્રખ્યાત ગાયક એડ શીરાન પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં એડ શીરાન ગિલને પૂછે છે કે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે, જેનો ગિલ સ્પષ્ટપણે ઇનકાર કરે છે. ગિલનો જવાબ સાંભળીને એડ શીરાન મજાકમાં કહે છે કે તે માર્કેટમાં છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
શુભમન ગિલના આ વીડિયો પર ફેન્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. ઘણા લોકોએ વીડિયોની નીચે એવું પણ લખ્યું છે કે ઈશાન કિશનના કારણે ગિલ અને સારાના સંબંધો તૂટી ગયા છે. તમને જણાવી દઈએ કે ઈશાન અને ગિલ ઘણા સારા મિત્રો છે. આ બંને ઘણીવાર એકબીજા સાથે તસવીરો શેર કરતા હોય છે.