Cricket News: ભારતીય ક્રિકેટ જગતમાં એક નવું જ નામ આજકાલ ગુંજી રહ્યું છે. ભારતીય બેટ્સમેન તન્મય અગ્રવાલે શુક્રવારે તોફાની બેટિંગ કરી અને રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારી દીધી હતી. ત્રેવડી સદી ફટકારવાની ત્રેવડ બધા ક્રિકેટરોમાં હોતી નથી અને એમાં પણ અક્રમક બેટિંગ કરીને આટલો મોટો સ્કોર નોંધવવો એ તો સપનું કહેવાય.
આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ મેચમાં ટી20ની જેમ આક્રમક બેટિંગ કરીને સતત સિક્સર અને ફોર ફટકારી હતી. અરુણાચલ પ્રદેશ સામે રમવા આવેલા તન્મય અગ્રવાલની અણનમ ઇનિંગની મદદથી ટીમે દિવસની રમત પૂરી થતાં માત્ર 1 વિકેટના નુકસાને 529 રન બનાવ્યા હતા.
શુક્રવારથી હૈદરાબાદ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે શરૂ થયેલી રણજી ટ્રોફી મેચમાં રનોનો વરસાદ થયો હતો. પ્રથમ બોલિંગ કરતા હૈદરાબાદે અરુણાચલ પ્રદેશની ટીમને 172 રનના સ્કોર પર આઉટ કરી દીધી હતી. ત્યાર પછી, દિવસની રમતના અંત સુધીમાં, તેઓએ માત્ર 1 વિકેટ ગુમાવીને 529 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
તન્મયે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
તન્મય અગ્રવાલે અરુણાચલ પ્રદેશ સામે 147 બોલમાં સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ટ્રિપલ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના માર્કો મેરાઈસનો રેકોર્ડ તોડ્યો, જેણે 2017માં પૂર્વીય પ્રાંત સામે બોર્ડર માટે 191 બોલમાં 300 રન બનાવ્યા હતા.
બેટિંગ કરી રહેલી ઓપનિંગ જોડીએ મળીને 449 રનની ભાગીદારી કરી હતી. દિવસનાં અંતે તન્મય અગ્રવાલ 323 રનની ઇનિંગ રમીને અણનમ પાછો ફર્યો હતો અને મેચના બીજા દિવસે 400 રનના જાદુઈ આંકડાને પણ પાર કરી શકે એવી ભરપૂર શક્યતા છે.
તન્મય અગ્રવાલે ત્રેવડી સદી ફટકારી
રણજી ટ્રોફીમાં હવે ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં તન્મય અગ્રવાલનું નામ પણ સામેલ થઈ ગયું છે. તે પ્રથમ દિવસે માત્ર 160 બોલમાં 323 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે એવી ઈનિંગ્સ રમી જેણે બધાને ચોંકાવી દીધા હતા.આ ઈનિંગમાં તેના બેટથી કુલ 21 સિક્સ જોવા મળી હતી અને તેણે આ ત્રેવડી સદી સુધી પહોંચવા માટે 33 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે આ ઇનિંગમાં 200ના તોફાની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
Magnificent! 🤯
Hyderabad's Tanmay Agarwal has hit the fastest triple century in First-Class cricket, off 147 balls, against Arunachal Pradesh in the @IDFCFIRSTBank #RanjiTrophy match 👌
He's unbeaten on 323*(160), with 33 fours & 21 sixes in his marathon knock so far 🙌 pic.twitter.com/KhfohK6Oc8
— BCCI Domestic (@BCCIdomestic) January 26, 2024
હૈદરાબાદને મોટી લીડ
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર
અધધ.. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ, આ શહેરોમાં ભાવ ઘટ્યા, ગુજરાતમાં જ વધારો કેમ? જાણો કારણ
અરુણાચલ પ્રદેશની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરતા માત્ર 172 રનના સ્કોર સુધી સિમિત રહી હતી. તન્મય અગ્રવાલ અને રાહુલ સિંહની મજબૂત ભાગીદારીના કારણે હૈદરાબાદની ટીમે મોટી લીડ મેળવી હતી. દિવસની રમતના અંતે હૈદરાબાદ પાસે 357 રનની લીડ હતી. કેપ્ટન રાહુલે 105 બોલમાં 185 રનની ઇનિંગ રમી જેમાં તેણે 26 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.