IND vs SL Final update : એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં માત્ર 6.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના લક્ષ્ય હાંસલ કરી લેવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેણે 7 વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ અને ઈશાન કિશને બેટિંગની ભૂમિકા ભજવી હતી. ગીલે અણનમ 27 અને ઈશાને અણનમ 23 રન બનાવ્યા હતા.
એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આઠમી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ટાઈટલ જીત્યું હતું.
Congratulations india from Baluchistan #AsianCup2023 #Siraj #INDvsSL pic.twitter.com/8GQ5MypKEe
— BBB (@Karelagosht) September 17, 2023
ભારતે આ ટૂર્નામેન્ટ સાત વખત વનડેમાં અને એક વખત ટી-20માં જીતી છે જ્યારે શ્રીલંકાની ટીમે છ વખત આ ટાઈટલ જીત્યું છે. શ્રીલંકાએ વનડેમાં પાંચ વખત અને ટી-20માં એક વખત ખિતાબ જીત્યો છે. પાકિસ્તાનની ટીમ બે વખત ચેમ્પિયન બની છે.
શ્રીલંકાની આખી ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત વિરૂદ્ધ વનડેમાં શ્રીલંકાનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે શ્રીલંકાને 22 ઓવરમાં 73 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. એટલું જ નહીં, ભારત વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશે 2014માં મીરપુરમાં ભારત સામે 58 રન બનાવ્યા હતા. 50 રનનો સ્કોર કોઈપણ ODI ફાઇનલમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા શારજાહમાં એશિયા કપ 2000માં ભારતીય ટીમ શ્રીલંકા સામે 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.