Cricket News: U19 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ અંત સુધી ધીરજ રાખી અને આ જીત સાથે તેણે ભારત સામે ફાઈનલ રમવા માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. હવે 11 ફેબ્રુઆરીએ બેનોનીના વિલોમૂર પાર્કમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ રમાશે. 6 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા છે. છેલ્લી વખત મેન્સ વર્લ્ડ કપ 2023માં બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં કાંગારૂ ટીમનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માંગશે.
WTC23 Final 🔄 CWC23 Final 🔄 #U19WorldCup 2024 Final
It's 🇮🇳 vs 🇦🇺 again! pic.twitter.com/sowFs8Gv03
— ICC (@ICC) February 8, 2024
ગત વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતની સિનિયર મેન્સ ટીમ અને ઑસ્ટ્રેલિયાની સિનિયર ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની સદીના આધારે માત્ર 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ટીમ ઈન્ડિયા પાસે બદલો લેવાની શાનદાર તક છે
હવે 11મી ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં ફરી એક-બીજા સામે ટકરાશે. બંને ટીમો અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં કાંગારૂઓને હરાવીને વર્લ્ડ કપ 2023ની હારનો બદલો લેવા માંગશે. ભારત તરફથી કેપ્ટન ઉદય સહારન, મુશીર ખાન, સચિન ધાસ, સૌમી પાંડે જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીઓ પર ભારતને ફાઇનલમાં જીત અપાવવાની જવાબદારી રહેશે.