નેપાળના આ ક્રિકેટર ઉપર બળાત્કારનો આરોપ થયો સાબિત, 23 વર્ષીય ઉંમરે IPLમાં રમનાર નેપાળનો પ્રથમ ક્રિકેટર હતો

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સ્પિન બોલિંગથી પોતાનું નામ બનાવનાર નેપાળના સંદીપ લામિછાને મોટી મુશ્કેલીમાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના ઘરે ખોટા કારણોસર સમાચારોમાં રહેલા આ ક્રિકેટર વિરુદ્ધ કોર્ટ કેસમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને શુક્રવારે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીર સાથે બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો.

સંદીપ લામિછાણે ઉપર બળાત્કારનો આરોપ

દુનિયાભરની ક્રિકેટ લીગમાં રમનારા નેપાળના સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાણેની કારકિર્દી જોખમમાં છે. નેપાળની અદાલતે જાન્યુઆરીમાં લામિચેનેને મુક્ત કર્યો હતો, જેમને કાઠમંડુની એક હોટલના રૂમમાં 17 વર્ષની છોકરીએ તેના પર બળાત્કારનો આરોપ મૂક્યા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.

ક્રિકેટર સંદીપ જેલના સળિયા પાછળ ધકેલાયો

કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ જસ્ટિસ શિશિર રાજ ધકાલની સિંગલ બેન્ચે શુક્રવારે આ આદેશ આપ્યો હતો. રવિવારે અંતિમ સુનાવણી શરૂ થઈ હતી. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે લામિછાનેને બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લામિછાનેની જેલની સજાનો નિર્ણય આગામી સુનાવણીમાં કરવામાં આવશે. હાલ તે જામીન પર બહાર છે. 12મી જાન્યુઆરીએ પાટણ હાઈકોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

જાણો કોણ છે નેપાળનો પ્રથમ ક્રિકેટર

જાણો ત્રણ મુખ્ય કારણો જેના કારણે ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, સરકારે કરી લીધી સંપૂર્ણ તૈયારી!

ખુશખબર… સરકારે સુકન્યા સ્કીમ પર વધાર્યો વ્યાજ દર, હવે FD પર પણ વધુ ફાયદો, જણો અન્ય સ્કીમમાં શું ફેરફાર?

તુવેર અને અડદ હવે પહેલા કરતાં પણ વધુ થશે સસ્તું, માર્ચ 2025 સુધી તુવેર અને અડદની દાળની આયાત થશે ડ્યૂટી ફ્રી

23 વર્ષીય લામિછાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર નેપાળનો પ્રથમ ક્રિકેટર છે. તેણે 2018 માં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી માટે તેની શરૂઆત કરી હતી. સંદીપ લામિછાનેએ નેપાળ માટે 51 ODI મેચોમાં કુલ 112 વિકેટ લીધી છે જ્યારે 52 T20 મેચોમાં 98 વિકેટ ઝડપી છે. આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 9 રનમાં 5 વિકેટ છે. ODIમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 11 રનમાં 6 વિકેટ રહ્યું છે.


Share this Article