Cricket News: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કોહલી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે આ વાત પોતાના પરફોર્મન્સથી સાબિત કરીને બતાવી છે. ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચાડવામાં વિરાટ કોહલીની મોટી ભૂમિકા હતી. પરંતુ હવે વિરાટને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024માં જગ્યા નહીં મળે. એટલે કે તે ભારતીય ટીમ સાથે કોહલી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા નહીં જાય.
અહેવાલ આવ્યો એમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીને વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવશે નહીં. બીસીસીઆઈ આ અંગે વિચાર કરી રહી છે. કારણ જણાવતાં સૂત્રએ કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની પિચ ધીમી છે અને આવી પિચો વિરાટ કોહલીને અનુકૂળ નહીં આવે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતના ઘણા યુવા ખેલાડીઓ આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. રિંકુ સિંહ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ T20માં જગ્યા બનાવવામાં સફળ રહી શકે છે.
બીસીસીઆઈ હવે વર્લ્ડ કપમાં કેટલાક યુવા ખેલાડીઓને મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે ICC ટૂર્નામેન્ટમાં રમવાનો ઘણો અનુભવ છે. જો કે ભૂતકાળમાં ટીમ પોતાના સમય દરમિયાન ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે, પરંતુ આ બંને ખેલાડીઓએ પોતાની જાતને સાબિત કરી છે.
રોહિત શર્મા વિશે જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે તે ભારત માટે T20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 117 T20 મેચ રમી છે. આ દરમિયાન 2922 રન થયા છે. T20 ઈન્ટરનેશનલમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ 138 છે. તે જ સમયે સરેરાશ 51 ની આસપાસ રહે છે. વિરાટે અફઘાનિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલમાં પોતાની એકમાત્ર સદી ફટકારી છે.