વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, સદી પછી સદી ફટકારી રહેલા આ બેટ્સમેનને મળી તક, ટીમ ઈન્ડિયામાં સામેલ?

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે અંગત કારણોસર ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો. આ અંગે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને જાણ કરવાની સાથે વિરાટે બીસીસીઆઈને પણ આ અંગે જાણ કરી હતી. પસંદગીકારોએ ભારત A માટે સદી ફટકારનાર બેટ્સમેનને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે અંગત કારણોસર આ નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે પસંદ કરાયેલી ટીમમાં ફેરફાર કર્યા છે. વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે.

હવે કોહલીનું સ્થાન કોણ લેશે?

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં જે ટીમ સાથે મેદાનમાં ઉતરી રહી છે તેમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. BCCIએ ગુરુવારે વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રજત ટીમ સાથે જોડાઈ ગયો છે. જ્યારે ફાસ્ટ બોલર અવેશ ખાનને રણજી ટ્રોફી મેચ રમવા માટે ટીમ ઈન્ડિયામાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

રજવાડી ઠાઠ સાથે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જયપુરમાં કરશે રોડ શો, જાણો સમગ્ર સ્વાગત કાર્યક્રમ

100 કરોડનો ‘ખજાનો’, 40 લાખ રોકડા, કિલોમાં સોનું… નોટો ગણીને થાકી ગયા અધિકારીઓ, જાણો કોણ છે આ કાળા નાણાનો ‘કુબેર’?

અમદાવાદ કાલુપુર સ્ટેશન પર પાર્કિંગનું કામ બુલેટ ગતિએ, એલિવેટેડ રોડ કરાશે તૈયાર, મુસાફરોને ટ્રાફિક જેવી સમસ્યાઓમાંથી મળશે મુક્તિ 

રજત પાટીદારે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની તાજેતરની મેચોમાં ઈન્ડિયા A તરફથી રમતા સતત સદી ફટકારી છે. અમદાવાદમાં બે દિવસીય મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. આ પછી, પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં તેની 151 રનની શાનદાર ઇનિંગે પસંદગીકારોને પ્રભાવિત કર્યા.

 


Share this Article