IND Vs ENG: ટીમ ઈન્ડિયાને પડશે મોટો ફટકો, ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીની વાપસી ખૂબ જ મુશ્કેલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં એક પણ મેચ નહીં રમી શકે તેવો ભય વધી ગયો છે. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટનો ભાગ બની શકે છે. પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વિરાટ કોહલી આખી શ્રેણીમાંથી બહાર રહી શકે છે. 9 ફેબ્રુઆરીએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, વિરાટ કોહલીએ હજુ સુધી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાને જાણ કરી નથી કે તે શ્રેણીની બાકીની કેટલી મેચ રમવા માટે ઉપલબ્ધ છે.

વિરાટ કોહલીને સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. પરંતુ અંગત કારણોને ટાંકીને વિરાટ કોહલીએ સિરીઝની શરૂઆત પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વિરાટ કોહલીએ અગાઉ પોતાની જાતને પ્રથમ બે મેચ માટે અનુપલબ્ધ જાહેર કરી હતી. આ પછી, ESPN ક્રિકઇન્ફોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી ત્રીજી અને ચોથી ટેસ્ટમાંથી પણ બહાર રહેશે. હવે સામે આવેલી માહિતી મુજબ વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં પણ વાપસી નહીં કરે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયામાં વાપસીનો નિર્ણય વિરાટ કોહલી પોતે લેશે. બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, વિરાટ કોહલી નક્કી કરશે કે તે ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માંગે છે. વિરાટ કોહલીએ હજુ સુધી તેની ઉપલબ્ધતા અંગે બીસીસીઆઈને જાણ કરી નથી. વિરાટ કોહલી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે.

રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી જાહેરનામું, ગુજરાતની ચારેય બેઠક પર ભાજપ ઉતારશે ઉમેદવાર, 27મી ફેબ્રુઆરીએ થશે મતદાન

Big News: આ વર્ષે કુલ 8,000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું કરાશે આયોજન, તમામ જગ્યાઓની નિમણૂંક પ્રક્રિયા અંતિમ તબક્કામાં

દુબઈની ઘરતીમાં બન્યુ પહેલું હિન્દુ મંદિર, મહંતસ્વામી મહારાજ પહોંચ્યા અબુ ધાબી, PM મોદી 14 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ના રમવું એ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલીએ ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ પછી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ વિરાટ કોહલીનું બેટ ઘણા રન બનાવી રહ્યું હતું. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં એવો કોઈ ખેલાડી નથી જેને 100 ટેસ્ટ રમવાનો અનુભવ હોય.


Share this Article
TAGGED: