ભારતીય સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ દિવસોમાં કાર અકસ્માત બાદ થયેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. દરમિયાન, પંતે ભારતમાં રમાનાર 2023 વર્લ્ડ કપ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં મોટો ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, ભારતીય વિકેટકીપર બેટ્સમેને તેની બીજી જન્મ તારીખ 05/01/23 લખી છે. પંતે તેના અકસ્માત અંગે આ બીજી જન્મ તારીખ શેર કરી.
ગયા વર્ષે પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત 30 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ પંતને સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માત બાદ પંતની ઘણી સર્જરીઓ થઈ હતી. જો કે, આ દિવસોમાં આ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, જ્યાં તે રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. પંતની વાસ્તવિક જન્મતારીખ વિશે વાત કરીએ તો તે 4 ઓક્ટોબર, 1997 છે.
પંતની તબિયત સારી થઈ રહી છે
અકસ્માત બાદ પંતની હાલતમાં ઘણો સુધારો થયો છે. તાજેતરમાં, બેટ્સમેને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કોઈ પણ ટેકા વિના સીડીઓ ચડતો જોવા મળ્યો હતો. પંત એનસીએમાં તેની રિકવરી માટે સખત મહેનત કરી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંત વર્લ્ડ કપ સુધી વાપસી કરી શકે છે, જોકે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
તમને જણાવી દઈએ કે પંતે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી, જેમાં મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ હાજર હતા. કેએલ રાહુલ પણ પોતાના રિહેબને કારણે આ દિવસોમાં NCAમાં હાજર છે. IPL 2023માં એક મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલના પગમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા રાહુલે સર્જરી કરાવી હતી. આ સિવાય ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર પણ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર છે. પીઠની ઈજાને કારણે બુમરાહ અને ઐય્યરે સર્જરી કરાવી હતી, ત્યારબાદ તેઓ રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.