ફિલ્મફેર એવોર્ડ 2024માં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી, ગુજરાતી વ્યંજનનો સ્વાદ માણશે સુપર સ્ટાર્સ, જાણો સ્વાદિષ્ટ મેનુ

Desk Editor
By Desk Editor
Share this Article

Filmfare Awards 2024: આજથી બે દિવસ માટે ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડસનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે એવોર્ડસ કાર્યક્રમને લઈ બોલિવુડ સ્ટાર ગાંધીનગર પોહોંચ્યા છે. ફાલ્ગુની પાઠક, કરિશ્મા તન્ના ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે જ્યારે કરન જોહર, રનબીર કપૂર મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે પોહોંચશે ફિલ્મફેર એવોર્ડમાં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી કરાઈ છે.

ફિલ્મફેર એવોર્ડમાં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી કરાઈ છે. જેમને ભોજનમાં આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે સાથો સાથ ગુજરાતની સુરતી ઘારી મિલેટસનો ટચ આપી બનાવાઈ છે. મોહન થાળ, સ્પાઈસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી પણ તૈયારી કરાઈ છે. ફિલ્મ સ્ટાર માટે લો કેલરી ફૂડ તૈયાર કરવામાં આવ્યો છે અને ફરસાણમાં રાગી ઢોકળા બનાવાયા છે. આ સિવાય ઉંધીયુ, કઢી, બાજરીની ખીચડી પણ બનાવાઈ છે જ્યારે ગુજરાતી થાળીમાં ખીચડી કઢી ટીંડોળાનું શાક રવૈયાં બટાકાનું શાક પણ હશે.

તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ આ શો હોસ્ટ કરશે. આજે 27 અને આવતીકાલે 28 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિલ્મફેર એવોર્ડ્સના 69 એડિશન માટે નોમિનેશન પણ અગાઉ જ જાહેર કરાઈ ચૂક્યાં છે.

બેસ્ટ ફિલ્મ
12વી ફેલ
એનિમલ
જવાન
ઓહ માય ગોડ 2
પઠાન
રોકી ઔર રાનીકી પ્રેમ કહાની

બેસ્ટ દિગ્દર્શક
અમિત રાય (ઓહ માય ગોડ 2)
એટલી (યુવાન)
કરણ જોહર (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
સિદ્ધાર્થ આનંદ (પઠાન)
વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ
12વી ફેલ (વિધુ વિનોદ ચોપરા)
ભીડ (અનુભવ સિન્હા)
ફરાઝ (હંસલ મહેતા)
જોરમ (દેવશીષ મખીજા)
સૈમ બહાદુર (મેઘના ગુલઝાર)
થ્રી ઓફ અસ (અવિનાશ અરુણ ધાવરે)
ઝ્વિગાટો (નંદિતા દાસ)

લીડ રોલ, બેસ્ટ એક્ટર (પુરુષ)
રણબીર કપૂર (એનિમલ)
રણવીર સિંહ (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
શાહરૂખ ખાન (ડંકી)
શાહરૂખ ખાન (જવાન)
સની દેઓલ (ગદર 2)
વિકી કૌશલ (સૈમ બહાદુર)

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ
અભિષેક બચ્ચન (ઘૂમર)
જયદીપ અહલાવત (હમારે તીન)
મનોજ બાજપેયી (જોરામ)
પંકજ ત્રિપાઠી (ઓહ માય ગોડ 2)
રાજકુમાર રાવ (ભીડ)
વિકી કૌશલ (સૈમ બહાદુર)
વિક્રાંત મેસી (12વી ફેલ)

લીડ રોલ બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ)
આલિયા ભટ્ટ (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
ભૂમિ પેડનેકર (થેંક યૂ ફોર કમિંગ)
દીપિકા પાદુકોણ (પઠાન)
કિયારા અડવાણી (સત્યપ્રેમકી કથા)
રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
તાપસી પન્નુ (ડંકી)

બેસ્ટ એક્ટ્રેસ, ક્રિટિક્સ
દીપ્તિ નવલ (ગોલ્ડફિશ)
ફાતિમા સના શેખ (ધક ધક)
રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
સૈયામી ખેર (ઘૂમર)
શહાના ગોસ્વામી (ઝ્વિગાટો)
શેફાલી શાહ (થ્રી ઓફ અસ)

બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (પુરુષ)
આદિત્ય રાવલ (ફરાજ)
અનિલ કપૂર (એનિમલ)
બોબી દેઓલ (એનિમલ)
ઈમરાન હાશ્મી (ટાઈગર 3)
તોતા રોય ચૌધરી (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
વિકી કૌશલ (ડંકી)

બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ (ફીમેલ)
જયા બચ્ચન (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
રત્ના પાઠક શાહ (ધક ધક)
શબાના આઝમી (ઘૂમર)
શબાના આઝમી (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
તૃપ્તિ ડિમરી (એનિમલ)
યામી ગૌતમ (ઓહ માય ગોડ 2)

બેસ્ટ લિરિક્સ
અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે-જરા હટકે જરા બચકે)
અમિતાભ ભટ્ટાચાર્ય (તુમ ક્યા મિલે- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
ગુલઝાર (ઇતની સી બાત- સૈમ બહાદુર)
જાવેદ અખ્તર (નિકલે થે કભી હમ ઘર સે – ડંકી)
કુમાર (ચલેયા- જવાન)
સિદ્ધાર્થ- ગરિમા (સતરંગા- એનિમલ)
સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહ (લુટ પુટ ગયા- ડંકી)

બેસ્ટ મ્યુઝિક આલ્બમ
એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમ્સન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિન્દર સીગલ)
ડંકી (પ્રીતમ)
જવાન (અનિરુદ્ધ રવિચંદર)
પઠાન (વિશાલ અને શેખર)
રોકી ઔર રાની કી પ્રેમ કહાની (પ્રીતમ)
તું જૂઠી મેં મક્કાર (પ્રીતમ)
જરા હટકે જરા બચકે (સચિન-જીગર)

બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)
અરિજીત સિંહ (લટ પુટ ગયા- ડંકી)
અરિજિત સિંહ (સતરંગા- એનિમલ)
ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી- એનિમલ)
શાહિદ માલ્યા (કુદમયી- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સોનુ નિગમ (નિકલે થે કભી હમ ઘર સે- ડંકી)
વરુણ જૈન, સચિન- જીગર, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી (તેરે વાસ્તે ફલક- જરા હટકે જરા બચકે)

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)
દીપ્તિ સુરેશ (અરારરી રારો- જવાન)
જોનીતા ગાંધી (હે ફિકર- સુબહ 8 બજે મેટ્રો)
શિલ્પા રાવ (બેશરમ રંગ-પઠાન)
શિલ્પા રાવ (ચલેયા-જવાન)
શ્રેયા ઘોષાલ (તુમ ક્યા મિલે- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શ્રેયા ઘોષાલ (વે કમલેયા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)

બેસ્ટ સ્ટોરી
અમિત રાય (ઓહ માય ગોડ 2)
અનુભવ સિંહા (ભીડ)
એટલી (યુવાન)
દેવાશિષ માખીજા (ઝોરમ)
ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
કરણ શ્રીકાંત શર્મા (સત્યપ્રેમ કી કથા)
પારિજાત જોષી અને તરુણ ડુડેજા (ધક ધક)
સિદ્ધાર્થ આનંદ (પઠાન)

બેસ્ટ સ્ક્રિપ્ટ
અમિત રાય (ઓહ માય ગોડ 2)
ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
ઓમકાર અચ્યુત બર્વે, અર્પિતા ચેટર્જી અને અવિનાશ અરુણ ધાવરે (થ્રી ઓફ અસ)
સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા અને સુરેશ બંડારૂ (એનિમલ)
શ્રીધર રાઘવન (પઠાન)
વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)

બેસ્ટ ડાયલોગ
અબ્બાસ ટાયરવાલા (પઠાન)
અમિત રાય (ઓહ માય ગોડ 2)
ઇશિતા મોઇત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સુમિત અરોરા (જવાન)
વરુણ ગ્રોવર અને શોએબ ઝુલ્ફી નઝીર (થ્રી ઓફ અસ)
વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)

બેસ્ટ સિનેમેટોગ્રાફી
અમિત રોય (એનિમલ)
અવિનાશ અરુણ ધાવરે ISC (થ્રી ઓફ અસ)
જી.કે. વિષ્ણુ (જવાન)
માનુષ નંદન ISC (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
પ્રથમ મહેતા (ફરાઝ)
રંગરાજન રામાબદ્રન (12વી ફેલ)
સચિથ પૌલોસ (પઠાન)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર
આલોકાનંદ દાસગુપ્તા (થ્રી ઓફ અસ)
હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
કારેલ એન્ટોનિન (અફવા)
કેતન સોઢા (સૈમ બહાદુર)
સંચિત બલ્હારા, અંકિત બલ્હારા (પઠાન)
શાંતનુ મોઇત્રા (12વી ફેલ)
તાપસ રેલિયા (ગોલ્ડફિશ)

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન
માલવિકા બજાજ (12વી ફેલ)
મનીષ મલ્હોત્રા, એકા લાખાણી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર (સૈમ બહાદુર)
શાલીના નૈથાની, કવિતા જે, અનિરુદ્ધ સિંહ અને દીપિકા લાલ (જવાન)
શાલીના નૈથાની, મમતા આનંદ, નિહારિકા જોલી (પઠાણ)
શીતલ શર્મા (એનિમલ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન
અમૃતા મહલ નકઈ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
નિખિલ કોવલે (ઓહ માય ગોડ 2)
પ્રશાંત બિડકર (12વી ફેલ)
રીટા ઘોષ (ઝ્વિંગાટો)
સુબ્રત ચક્રવર્તી અને અમિત રે (સૈમ બહાદુર)
સુરેશ સેલ્વરાજન (એનિમલ)
ટી મુથુરાજ (જવાન)

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન
અનિતા ખુશવાહા (ભીડ)
કુણાલ શર્મા (MPSE) (સૈમ બહાદુર)
માનસ ચૌધરી, ગણેશ ગંગાધરન (પઠાન)
માનવ શ્રોત્રિય (12વી ફેલ)
મંદાર કુલકર્ણી (ફરાઝ)
સિંક સિનેમા (એનિમલ)
વિનીત ડિસોઝા (થ્રી ઓફ અસ)

બેસ્ટ એક્શન
કેસી ઓ’નીલ, ક્રેગ મેકક્રે, સુનીલ રોડ્રિગ્સ (પઠાન)
ફ્રાન્ઝ સ્પિલહોસ, ઓહ સી યંગ, સુનીલ રોડ્રિગ્ઝ (ટાઈગર 3)
પરવેઝ શેખ (સૈમ બહાદુર)
રવિ વર્મા, શામ કૌશલ, અબ્બાસ અલી મુગલ અને ટીનુ વર્મા (ગદર 2)
સ્પાઈરો રઝાટોસ, એનલ અરાસુ, ક્રેગ મેક્રે, યાનિક બેન, કેચા ખામ્ફાકડી અને સુનીલ રોડ્રિગ્સ (જવાન)
સર્વોચ્ચ સુંદર (એનિમલ)
ટિમ મૈન અને વિક્રમ દહિયા (ગણપથ)

બેસ્ટ એડિટિંગ
આરિફ શેખ (પઠાન)
અતાનુ મુખર્જી (અફવા)
જસકુંવર કોહિલ- વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)
રૂબેન (જવાન)
સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
સુવીર નાથ (ઓહ માય ગોડ 2)

બેસ્ટ કોરિયોગ્રાફી
બોસ્કો- સીઝર (ઝૂમે જો પઠાન- પઠાન)
ગણેશ આચાર્ય (લુટ પુટ ગયા- ડંકી)
ગણેશ આચાર્ય (તેરે વાસ્તે ફલક- જરા હટકે જરા બચકે)
ગણેશ આચાર્ય (વ્હોટ ઝુમકા? – રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શોબી પૌલરાજ (ઝિંદા બંદા- જવાન)
વૈભવી મર્ચન્ટ (ઢિંઢોરા બાજે- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)

ફેશન શોની સાથે આ ઈવેન્ટ્સ પણ યોજાશે

આજે 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાશે, આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર છે, આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાશે.

આ છે નાણામંત્રી નિર્મલા સીતારમણની ખાસ ટીમ! બજેટ 2024ની સંપૂર્ણ જવાબદારી લીધી ખભા પર, વાંચો અહેવાલ

Big Update: ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીઓની નિમણૂંક, પૂર્ણેશ મોદીને બનાવાયા દીવ-દમણના પ્રભારી

અધધ.. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ, આ શહેરોમાં ભાવ ઘટ્યા, ગુજરાતમાં જ વધારો કેમ? જાણો કારણ

તમે BookMyShow પર સરળતાથી ટિકિટ બુક કરી શકશો. BookMyShow પર એક સીટની 3000થી 35000 સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

 


Share this Article