Gujarat News: તારીખ ૧૦મે ૨૦૨૪ ના રોજ અખાત્રીજ ના પર્વ ઉપર આ મૂવી નું પ્રિમયર અમારી યુટ્યૂબ ચેનલ “હેમલ જાજલ પ્રોડકશન” પર રાખવમાં આવેલ છે આ ફિલ્મ દ્વવારા આપ સર્વે ને મનોરંજન સાથે જીવન માં એક બીજા સાથે હળી મળીને રેવાની ચાવી કઈ છે એ દર્શાવામાં આવેલ છે જેવી રીતે પાંચે આંગળીઓ સરખી નથી હોતી છતાં એક સાથે હોય છે. એવી જ રીતે પરિવાર ના દરેક સભ્યો ના વિચારો અને રેહનીકરણી અલગ હોય છે તે છતાં સુખ અને એકતા સાથે હળી મળીને કેમ રેહવું એ આ ફિલ્મ નો ઉદેશ છે.
હેમલ જાજલનું કહેવું છે કે આપ સૌ “દાળઢોકળી “ફિલ્મ ને સાથે સહકાર આપીને વધાવી લેશો આ અમારો એક નર્મ પ્રયાસ છે જે આ ફિલ્મ દ્વવારા કર્યો છે બસ હવે તમારે આ ફિલ્મ ને નિહાળીને અમોને આવીજ ફિલ્મો બનવવા પ્રોતસહીત કરો તેવી અમો આપ સર્વેથી આશા રાખીએ છીએ ખાસ નોંધ આ ફિલ્મ યૂટ્યૂબ ચેનલ “હેમલ જાજલ પ્રોડકશન” માં આજથી “દાળઢોકળી “ફિલ્મ આપ જોય શકો છો.
આ ફિલ્મ નું દિગદર્શન અને લેખન નિલેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વવારા થયેલ છે કલાકરો હેમલ જાજલ, નિહારિકા દવે અને ડૉલી પંચાલ સંગીત કમલેશભાઈ વૈદ્ય (આરોહી સ્ટુડિયો અમદાવાદ )છબીકાલા(નયન ડિજિટલ)અમદાવાદ એડિટિંગ અને ડી આઈ( ઓન ઇનફાઈનાઈટ ફિલ્મ્સ ) આ ફિલ્મ ફેસ્ટિવલ માં પણ સિલેકટ થયેલ છે.