Poonam Pandey News: સિનેમા જગતના ઘણા સ્ટાર્સ પૂનમ પાંડેથી નારાજ છે કારણ કે તેણે તેના નિધનના ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. અભિનેત્રીના આ પબ્લિસિટી સ્ટંટથી નારાજ ‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’એ મુંબઈ પોલીસને તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ફરિયાદ કરી છે. એસોસિએશને મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ર લખીને પૂનમ પાંડેની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે.
‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’નો પત્ર સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના સર્વાઇકલ કેન્સરના કારણે મોતના ફેક ન્યૂઝથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. પૂનમ પાંડેએ પબ્લિસિટી સ્ટંટ માટે આ ફેક ન્યૂઝ બનાવ્યા હતા. આ નકલી સમાચારે શ્રદ્ધાંજલિ આપનારા તમામ ભારતીયોની સંવેદનાઓને ઠેસ પહોંચાડી છે.
FIR નોંધવા કરાઈ અપીલ
એસોસિએશને પૂનમ પાંડે વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની વિનંતી કરતા પત્રમાં આગળ લખ્યું છે કે, ‘પીઆર પ્રચાર માટે ફેક ન્યૂઝ ફેલાવવા બદલ પૂનમ પાંડે અને તેના મેનેજર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની તમને વિનંતી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી કોઈ આવા ફેક ન્યૂઝ ફેલાવવાની હિંમત ન કરે. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધિ સ્વીકાર્ય નથી.