Bollywood News: બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધા છે. અહેવાલો અનુસાર બંનેએ તેલંગાણાના રંગનાથ સ્વામી મંદિરના સાત ફેરા લીધા છે. અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.
અહેવાલ અનુસાર અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. બંનેએ જ્યાં લગ્ન કર્યાં તે મંદિર વાનપર્થીમાં છે અને તેથી અદિતિનું આ સ્થાન સાથે ખાસ જોડાણ છે.
અદિતિનો રાજવી પરિવાર સાથે સંબંધ
અભિનેત્રીના દાદા વાનપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા. આ સિવાય તે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિ અકબર હૈદરીની પૌત્રી છે. તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી પણ આસામના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના છૂટાછેડા
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી બંનેના આ બીજા લગ્ન છે. આ સ્ટાર્સના પહેલા લગ્ન તૂટી ગયા છે અને છૂટાછેડા પણ થઈ ગયા છે. અદિતિના પહેલા લગ્ન સત્યદીપ મિશ્રા સાથે થયા હતા. બંનેએ પોતાના લગ્નની વાત છુપાવી રાખી હતી. બાદમાં બંને અલગ થઈ ગયા. જ્યારે સિદ્ધાર્થની વાત કરીએ તો તેણે 2003માં પ્રથમ વખત લગ્ન કર્યા હતા. આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 2007માં બંને અલગ થઈ ગયા.
આ કારણે અમે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ તેમના જીવનને અંગત રાખવાનું પસંદ કરે છે અને કદાચ આ જ કારણ છે કે તેઓએ ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કર્યા. જોકે, આ કપલે હજુ સુધી તેમના લગ્નની જાહેરાત કરી નથી અને ન તો તેમના લગ્નની કોઈ તસવીર સામે આવી છે.
આ રીતે અદિતિ-સિદ્ધાર્થની લવ સ્ટોરી શરૂ થઈ
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. અહીંથી જ તેમનો પ્રેમ ખીલ્યો હતો. આ પછી અદિતિ અને સિદ્ધાર્થ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાના જન્મદિવસ પર ખૂબ જ રોમેન્ટિક પોસ્ટ પણ કરી હતી. બંને ઘણીવાર સાથે રીલ બનાવતા જોવા મળ્યા છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
અદિતિ રાવ હૈદરીની વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી છેલ્લે ફિલ્મ ‘ચિટ્ઠા’માં જોવા મળી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ‘ગાંધી ટોક્સ’ અને ‘લાયનેસ’ જેવા પ્રોજેક્ટ પણ છે.