બોલીવૂડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કાજાેલ પછી હવે એક વધુ દિગ્ગજ અભિનેત્રી કોરોના સંક્રમિત થયા છે. હવે જયા બચ્ચનને પણ કોરોના થયો છે. કોરોના થતાં ધર્મેન્દ્ર સાથે ફિલ્મનું શૂટિંગ બંધ કર્યું. કરણ જાેહર પોતાની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમી કહાનીનું શૂટિંગ ઝડપથી પૂરું કરવા માગે છે. પરંતુ આવું થઈ રહ્યું નથી.
કારણ કે કોઈને કોઈ કારણોથી શૂટિંગ અટકી રહ્યું છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેત્રી શબાના આઝમીને કોરોના થયો છે. આ પછી ફિલ્મનું શૂટિંગ રોકી દેવું પડ્યું. હવે જાણવા મળ્યું છે કે, જયા બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કરણ જાેહરે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી પોતાની ફિલ્મનું શૂટિંગ તાત્કાલિક રોકી દીધું હતું.
જયા બચ્ચન અને શબાના આઝમીને કોરોના થતાં શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ ૨ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને જે ૧૪ ફેબ્રુઆરીએ પૂરૂ કરવાનું હતું. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બોલીવૂડના અનેક સેલિબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. બોલીવૂડની સ્ટાર એક્ટ્રેસ કાજાેલ કોરોનાથી સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. તેની પુત્રી ન્યાસા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.